જુડવા બહેનોએ એકસાથે CA ફાઇનલ કર્યુ પાસ, બંનએ બનાવી ટોપ-10માં જગ્યા, ભાઇ-ભાભી અને પિતા પણ ચાર્ટર્ડ એકાઉન્ટેંટ
ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટેંટ ઓફ ઇન્ડિયા (ICAI) તરફથી CA ઇંટર નવેમ્બર અને ફાઇનલનું રિઝલ્ટ મંગળવારે એકસાથે જારી કરવામાં આવ્યુ. (ICAI) તરફથી CA Final રિઝલ્ટ સાથે સાથે ટોપર્સની લિસ્ટ પણ જારી કરવામાં આવી. ટોપર્સની લિસ્ટ આવતા જ મુંબઇની રહેવાસી બે જુડવા બહેનોની ચર્ચા થવા લાગી.
CA Finalની પરીક્ષામાં બે જુડવા બહેનોએ ટોર કર્યુ છે. સંસ્કૃતિ અતુલ પરોલિયા અને તેની જુડવા બહેન શ્રુતિ અતુલ પરોલિયાએ ટોપ-10માં જગ્યા બનાવી છે. CA Final Toppers લિસ્ટમાં સંસ્કૃતિને ઓલ ઇન્ડિયા રેંક 2 જ્યારે શ્રુતિને રેંક 8 પ્રાપ્ત થયો છે. સંસ્કૃતિ અને શ્રુતિ બંનેએ પહેલા જ પ્રયાસમાં CA Finalની પરીક્ષા ઉતીર્ણ કરી છે. સંસ્કૃતિએ પરીક્ષામાં 599 અંક હાંસિલ કર્યા છે.
સંસ્કૃતિ અને શ્રુતિ CA પરિવારથી છે, તેના પિતા-ભાઇ અને ભાભી બધા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, બંને બહેનોએ જણાવ્યુ કે, તેમને સ્કૂલી શિક્ષાના વર્ષો દરમિયાન જ અહેસાસ થયો હતો કે તેઓ તેમના પિતાના માર્ગે ચાલી CA બનવા માગે છે. ત્યાં તેમનો ભાઇ પણ આગળ ચાલી CA જ બન્યો અને તે બાદ તેમની ભાભી પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગઇ. તેમની આસપાસ રહેવાથી આ કોર્સને કરવાનો અમારો નિર્ણય નક્કી થયો.
બંનેએ સુનિશ્ચિત કર્યુ કે તેઓ એકસાથે અભ્યાસ કરતા હતા, જેને કારણે તેમને અનુશાસિત અને કેંદ્રિત રહેવામાં મદદ મળી. શ્રુતિએ કહ્યુ- અમે રોજ એકસાથે અભ્યાસ કર્યો, આનાથી અમને ઘણી મદદ મળી કારણ કે હું જ્યાં પણ ફસાતી, મારી બહેન મારા ડાઉટને દૂર કરવા માટે ત્યાં રહેતી અને તેના વિપરિત હું પણ આવું કરતી. આ એક મોટો સપોર્ટ હતો કારણ કે તે સમજતી હતી કે કઠિન સમયમાં હું કેવી સ્થિતિથી ગુજરી રહી છું.