સાનિયા મિર્ઝાના ઘરે જલ્દી જ ગુંજવાની છે કિલકારી, બેબી શાવરની ખૂબસુરત તસવીરો આવી સામે

ફેમસ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા આ દિવસોમાં તેનો પ્રેગ્નેંસી પીરિયડ એન્જોય કરી રહી છે. અનમ મિર્ઝા જલ્દી જ પતિ મોહમ્મદ અસદુદ્દીન ઉર્ફે અસદ સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવાની છે. હાલમાં જ 19 જુલાઇના રોજ અનમ મિર્ઝાના પરિવારે તેના માટે બેબી શાવરનું આયોજન કર્યુ હતુ. જેની કેટલીક ખૂબસુરત તસવીરો સામે આવી છે. લુકની વાત કરીએ તો, અનમ વ્હાઇટ ડ્રેસ અને ગ્રીન દુપટ્ટામાં જોવા મળી રહી છે. અનમે તેના લુકને કંપલીટ કરવા માટે મેકઅપ કેરી કર્યો છે અને ખુલ્લા વાળ સાથે હેરબેન્ડ પણ લગાવી છે.

વ્હાઇટ ડ્રેસમાં અનમ કોન્ફીડન્સ સાથે તેનો બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે. ત્યાં તેનો પતિ બ્લેક પેન્ટ અને શર્ટમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં પેરેન્ટ્સ ટુ બી કેક કાપતા પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય એક તસવીરમાં અનમ ફૂલોથી સજેલા ઝૂલા પર બેઠેલી જોવા મળી રહી છે.ચાહકો અનમના બેબી શાવરની તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે. અનમ અને અસદે 11 ડિસેમ્બર 2019ના રોજ હૈદરાબાદમાં પરંપરાગત હૈદરાબાદી નિકાહ સમારોહમાં લગ્ન કર્યા.

અસદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો પુત્ર છે. 21 માર્ચ 2022ના રોજ સાનિયાની બહેન અનમે તેની પ્રેગ્નેંસીના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. તે બાદ 19 જુલાઇના રોજ તેનું બેબી શઆવર યોજાયુ હતુ, અનમના બેબી શાવરમાં તેના પરિવારના સભ્યો, મિત્રો અને તેની ગર્લ ગેંગ હાજર રહી હતી. તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને અનમના ફેન્સને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

અનમના લગ્નની વાત કરીએ તો, અનમ અને અસદના લગ્નનો સ્ટાર સાનિયા મિર્ઝાનો પુત્ર ઇઝાન મિર્ઝા મલિક હતો જે અનમ ખાલા અને અસદ ખાલુના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત હતો. બેબી ઇઝહાને તેની સુંદરતા અને ક્યુટનેસથી બધાના દિલ ચોરી લીધા હતા. 21 માર્ચ 2022ના રોજ અનમે તેના ઇન્સ્ટા હેન્ડલ પરથી તેના ભાણિયા ઇઝાન મિર્ઝા મલિકના વીડિયો સાથે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી.

વીડિયોમાં જ્યારે ઈઝાનને પૂછવામાં આવ્યું કે માસીના પેટમાં શું છે, તો તેણે હસીને કહ્યું, ‘બેબી’ અને તેના ચહેરા પરનો ઉત્સાહ બેજોડ હતો. જ્યારે ઇઝાન મિર્ઝા મલિક 1 વર્ષનો થયો, ત્યારે ખાલા અનમ મિર્ઝાએ તેના માટે જન્મદિવસની પાર્ટી રાખી હતી. અનમે તસવીર સાથે તેને હાર્દિક શુભેચ્છાઓ પણ આપી હતી.

Shah Jina