વરસતા વરસાદમાં પીળા રંગની નાઇટી પહેરી અને “મેં આઈ હું યુપી બિહાર લૂંટને” ગીત ઉપર ફ્લાયઓવરની વચ્ચે ઉભા રહીને કર્યો ડાન્સ, વીડિયો વાયરલ

આજે ઘણા લોકો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે અલગ અલગ હથકંડા અપનાવતા હોય છે, ઘણા લોકોને આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર પણ ડાન્સ કરતા જોયા છે, તો ઘણા લોકો એવા એવા સ્ટન્ટ પણ કરે છે જે હેરાન કરી દે. છેલ્લા થોડા સમયમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને પોલીસમાં પણ આવા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતી હોય છે.

ત્યારે હાલ એક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરનો ડાન્સ વાયરલ થઇ રહ્યો છે, જે પીળા રંગની નાઇટી પહેરી અને ફલાયઓવર ઉપર વચ્ચે જ વરસતા વરસાદની અંદર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઈનફ્લુએન્સર “મેં આઈ હું યુપી બિહાર લૂંટને” ગીત ઉપર ડાન્સ કરે છે. અને વીડિયો પણ શૂટ કરાવે છે.

આ મામલો કોલકાત્તાનો છે. જ્યાં એક વ્યક્તિને મહિલાની નાઇટી પહેરીને ડાન્સ કરતો વીડિયો જોવા મળ્યો. આ વ્યક્તિ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. જેનું નામ સેન્ડી સાહા છે. સાહા ભારે ટ્રાફિક વચ્ચે ગાડીમાંથી નીકળી અને રસ્તા વચ્ચે બનેલા ડિવાઈડર ઉપર ચઢીને ડાન્સ કરે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સેન્ડીએ મહિલાઓ વાળી નાઇટી ઉપરાંત વિંગ પણ પહેરી છે. આ વીડિયોમાં ઘણા વાહનોને રસ્તો પાર કરતા પણ જોઈ શકાય છે.

સેન્ડી સાહાએ આ વીડિયોને તેના ફેસબુક પેજ ઉપર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને અત્યારસુધી લાખો લોકોએ નિહાળી પણ લીધો છે. આ મામલામાં હવે પોલીસે સાહા વિરુદ્ધ કોલકાત્તા પોલીસમાં મામલો દાખલ પણ કરી લીધો છે અને કારના માલિકને નોટિસ પણ મોકલવામાં આવી છે.

Niraj Patel