વાહ…સના ખાને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરી પતિ અનસ સાથે પહેલી ઇદ, શોહર પાસેથી મળી કિંમતી ગિફ્ટ

સના ખાનના હેન્ડસમ પતિએ સના ખાનને આપી મોંઘીદાટ આ ગિફ્ટ, જુઓ

ગ્લેમરની દુનિયાને અલવિદા કહી ચૂકેલી અભિનેત્રી સના ખાન સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તે હાલ તેના શોહર એટલે કે તેના પતિ અનસ સૈયદ સાથે તેના લગ્ન જીવનને એન્જોય કરી રહી છે. તે ઘણી ખુશ પણ છે.

સના ખાને તેના લગ્ન બાદની પહેલી ઇદ તેના પતિ અનસ સાથે મનાવી હતી. હાલમાં તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, અને તેને પતિ દ્વારા જે ગિફ્ટ મળી એ બતાવી છે.

સનાા ખાનના હાથમાં રિંગ્સ છે, જે એકબીજા સાથે જોડાયેલી છે. આ રિંગ્સની ખાસ વાત એ છે કે, તેના પર S અને A લખેલુ છે એટલે કે S એટલે સના અને A એટલે અનસ. આ રિંગ્સ એકબીજા સાથે જોડાયેલી છે.

સનાએ આ વીડિયો શેર કરતા લખ્યુ હતુ કે, Jazakallah Khair baby… અનસ સૈયદ મને આ ઘણી જ પસંદ આવી.

ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ સનાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે. તે પતિ સાથે સુરતમાં રહે છે.

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે સના ખાને ફિલ્મ ઇંડસ્ટ્રીથી દૂરી બનાવવાનું એલાન કર્યુ હતુ અને બધાને ચોંકાવી દીધા હતા. સના તેના અભિનય કરિયર દરમિયાન બોલિવુડ ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

સનાએ વર્ષ 2005માં “યહી હે હાઇ સોસાયટી”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદમાં તે “બોમ્બે ટુ ગોવા” “ધન ધના ધન ગોલ” “હલ્લા બોલ” “જય હો” “વજહ તુમ હો” જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે વેબ સીરિઝ સ્પેશલ ઓપ્સમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

Shah Jina