નાગાર્જુનની એક્સ વહુ સામંથાને એક યુઝરે કહ્યુ- સેકેંડ હૈંડ આઇટમ, ભડકેલી અભિનેત્રીએ આવી રીતે કરી બોલતી બંધ

સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનની એક્સ વહુ સામંથા રૂથ પ્રભુએ ઓક્ટોબર 2021માં નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા હતા. સામંથા રુથ પ્રભુ તેના છૂટાછેડા બાદથી ટ્રોલર્સના નિશાના પર છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ ક્યારેક સામંથા પર ગર્ભપાતનો આરોપ લગાવે છે તો ક્યારેક એક્સ્ટ્રા-મેરિટલ અફેર માટે તેને ટ્રોલ કરવામાં આવે છે. હાલમાં જ એક વ્યક્તિએ છૂટાછેડા આપવા માટે સામંથાની મજાક ઉડાવી હતી અને તેને ‘તલાકસુધા’ ગણાવી હતી. ગુસ્સે થયેલી અભિનેત્રીએ તે ટ્રોલરને કરારો જવાબ આપ્યો અને તેની બોલતી બંધ કરી દીધી. ટ્વિટર પર સામંથાને છૂટાછેડા લીધેલી મહિલા અને સેકેંડ હેંડ આઇટમ જણાવવામાં આવી.

એક યુઝરે લખ્યું- સામંથા છૂટાછેડા લેનાર સેકન્ડ હેન્ડ આઈટમ છે, જેણે એક જેંટલમેન પાસેથી 50 કરોડ રૂપિયા લૂંટ્યા છે. યુઝર દ્વારા કરવામાં આવેલી આ કોમેન્ટ વાંચ્યા પછી, સામંથાએ તેને કરારો જવાબ આપ્યો અને લખ્યું -ભગવાન તમારી આત્માને આશિર્વાદ આપે. તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુએ ઓક્ટોબર 2021માં સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને તેના છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી હતી. તેણે લખ્યું – ખૂબ વિચાર અને વિમર્શ પછી, નાગા ચૈતન્ય અને મેં અમારા સંબંધિત માર્ગોને અનુસરવા માટે પતિ અને પત્ની તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે.

અમે ભાગ્યશાળી છીએ કે અમારી એક દાયકાથી વધુની મિત્રતા અમારા સંબંધોના મૂળમાં હતી અને અમને ખાતરી છે કે ભવિષ્યમાં પણ અમારી વચ્ચે એક ખાસ બંધન જળવાઈ રહેશે. સામંથાએ આગળ લખ્યું – અમે અમારા ચાહકો, શુભેચ્છકો અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારો સાથ આપે અને અમને ગોપનીયતા આપે જેથી અમે આ પરિસ્થિતિને ભૂલીને આગળ વધી શકીએ.

મીડિયા રીપોર્ટ અનુસાર છૂટાછેડા પછી, નાગા ચૈતન્યએ સામંથાને 200 કરોડ રૂપિયાની ભરણપોષણની ઓફર કરી હતી, પરંતુ તેણે ઠુકરાવી દીધી હતી. સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન 6 ઓક્ટોબર, 2017ના રોજ ગોવામાં હિંદુ અને ખ્રિસ્તી રિવાજો અનુસાર થયા હતા. લગ્ન પછી સામંથાએ તેની સરનેમ બદલીને અક્કીનેની કરી દીધી હતી. જો કે, અલગ થવાના અહેવાલો વચ્ચે, સામંથાએ અક્કીનેનીને તેના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દીધી અને તેનું નામ બદલીને ફરી એકવાર સામંથા રૂથ પ્રભુ રાખ્યું.

સામંથાના આ જવાબના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. કામની વાત કરીએ તો હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’માં સામંથા એક આઈટમ સોંગ કરતી જોવા મળી છે. આ ગીત ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં પૌરાણિક ફિલ્મ શકુંતલમમાં જોવા મળશે. આ સિવાય તે નવોદિત શાંતરુબન જ્ઞાનશેખરન સાથે જોવા મળશે.

Shah Jina