કયારેક Hug તો કયારેક Kiss, ઇદ પાર્ટીમાં આ ખુબસુરત અભિનેત્રીએ ભાઈજાન પર લુટાવ્યો ખુબ પ્રેમ, જુઓ

તમે સાંભળ્યું જ હશે કે બોલિવૂડના દબંગ સલમાન ખાનને કોઇનું પણ ભાગ્ય બદલતા વધુ સમય નથી લાગતો. આજકાલ સલમાન પંજાબની કેટરિના કૈફ એટલે કે શહેનાઝ ગિલ પર મહેરબાન છે. સાંભળવામાં આવી રહ્યુ છે કે સલમાને શહનાઝ ગિલને તેની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીમાં રોલ ઓફર કર્યો છે. ખબર નહિ કે આ વાતમાં કેટલી હકિકત છે. પરંતુ સલમાન અને શહનાઝની બોન્ડિંગનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં બંનેની ક્યુટ બોન્ડિંગ ચાહકોનું દિલ જીતી રહી છે. મંગળવારે સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માએ ઈદના અવસર પર તેના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જો કે, આ દરમિયાન શહનાઝ ગિલ સૌથી વધુ લાઇમલાઇટમાં રહી હતી. શહનાઝ ગિલ આ પાર્ટીમાં ખૂબ જ સુંદર બ્લેક સૂટ પહેરીને પહોંચી હતી. શહનાઝના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં શહનાઝ ગિલે સલમાન ખાન સાથે સૌથી વધુ મસ્તી કરી હતી. ફોટો ઓપ દરમિયાન શહનાઝ ગિલે સલમાન ખાન સાથે ઘણી બધી તસવીરો ક્લિક કરી હતી અને આ દરમિયાન શહનાઝ અને સલમાન એકબીજાને ગળે લગાવતા અને ઘણી વાતો કરતા જોવા મળ્યા હતા.

શહનાઝ અને સલમાન વચ્ચેની આ બોન્ડિંગ દરેકને પસંદ આવી રહી છે. શહનાઝ અને સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં શહનાઝ ઈદની પાર્ટીમાં સલમાન ખાનનો હાથ ખેંચતી જોવા મળે છે. સલમાન પંજાબની કેટરીના એટલે કે શહનાઝને લાડ કરતો પણ જોવા મળી રહ્યો છે અને તેને કાર સુધી મૂકવા પણ જાય છે. કારમાં બેસીને સલમાન શહનાઝને પાછી મોકલી દે છે. સોશિયલ મીડિયા પર શહનાઝનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શહનાઝ ફોટોગ્રાફર્સને સલામ કરતી જોવા મળી રહી છે.

શહનાઝ ગિલ આ દરમિયાન બ્લેક કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, શહનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ, કભી દિવાળી’માં જોવા મળી શકે છે. શહનાઝ બ્લેક પટિયાલા સૂટ પહેરીને સલમાન ખાનની ઈદ પાર્ટીમાં પહોંચી હતી. સલમાને તેનું સ્વાગત પણ કર્યું હતુ. પાર્ટીમાં અન્ય મહેમાનો પણ હતા. ઘણી ફિલ્મી હસ્તીઓ હતી, પરંતુ સલમાને શહનાઝનું ખાસ ધ્યાન રાખ્યું હતું. શહનાઝ પણ સલમાન સરથી ઘણી ખુશ હતી. સલમાન અને શહેનાઝના બોન્ડ અને એકબીજાની કાળજી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

શહનાઝને જોઈને સલમાન ઘણો ખુશ થયો હતો અને તેની આંખોમાં ખુશી સ્પષ્ટ દેખાતી હતી. શહનાઝ પણ સલમાન પર ઘણો પ્રેમ વરસાવતી જોવા મળી હતી. તેણે સલમાનને Hug પણ કર્યુ અને તેને કિસ પણ કરી. ત્યારબાદ શહનાઝ સલમાનના કાનમાં કંઈક કહેવા લાગી. જ્યારે સલમાને ‘બિગ બોસ 15’ના ફિનાલેમાં શહેનાઝ ગિલને બોલાવી ત્યારે તે સમયે ખૂબ જ ભાવુક વાતાવરણ હતું. સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને શહેનાઝ ગિલ રડવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

તેને જોઈને અને સિદ્ધાર્થને યાદ કરીને સલમાનની આંખો પણ ભરાઇ આવી હતી. ત્યારબાદ સલમાને પહેલા પોતાના રૂમાલથી શહનાઝની આંખો લૂછી અને પછી તેને જોરથી ગળે લગાવી. બિગ બોસના સેટ પર થોડીવાર માટે મૌન છવાઈ ગયું હતું. બાદમાં, સલમાને શહનાઝની પ્રશંસા કરી અને કહ્યું કે તે તેની પ્રગતિથી ખૂબ ખુશ છે. શહેનાઝે ‘બિગ બોસ 13’માં આવીને તેનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ સલમાને શહનાઝને જીવનમાં આગળ વધવાની અને ઘણું કામ કરવાની સલાહ આપી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જ્યારે શહનાઝ ઈદ પાર્ટીમાંથી બહાર નીકળવા લાગી ત્યારે તેણે સલમાન ખાનનો હાથ પકડીને કહ્યું – મને છોડીને આવો. આ પછી શહનાઝ સલમાનનો હાથ પકડીને આગળ વધતી જોવા મળી હતી. શહનાઝે જતા પહેલા સલમાનને કિસ કરી અને પછી કહ્યું- સલમાન ખાન મને છોડવા આવી રહ્યો છે. આ જોઈને સલમાન પણ હસી પડ્યો.

Shah Jina