સલમાન ખાનના હાથમાં રહેલા બ્રેસલેટની હકીકત આવી સામે ? 7 વાર તૂટી ગયું હોવા છતાં પણ શા કારણે પહેરે છે આ બ્રેસલેટ ભાઈજાન ?

બોલીવુડની ફિલ્મોના દિગ્ગજ અભિનેતાઓમાં એક એવા સલમાન ખાનનો ચાહક વર્ગ દુનિયાની અંદર ફેલાયેલો છે. તેની ફિલ્મ આવતાની સાથે જ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી દે છે, તો સલમાન ખાનના ચાહકો તો તેમને ભગવાનની જેમ પુંજે છે. સલામન ખાનના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે. ત્યારે હાલ સલમાનના બ્રેસલેટને લઈને કેટલીક બાબતો સામે આવી છે.

આપણે સલમાન ખાનની દરેક ફિલ્મો અને જ્યાં પણ સલમાન સ્પોટ થાય ત્યારે જોયું છે કે તેના હાથની અંદર એક ખાસ બ્રેસલેટ હોય છે. ઘણા ચાહકો એમ માને છે કે આ સલમાનનું લકી બ્રેસલેટ હશે, તો ઘણા લોકો કોઈ અન્ય કારણો પણ જણાવે છે, પરંતુ હવે આ વાત ઉપરથી ખુદ સલમાન ખાને જ પડદો હટાવ્યો છે અને બ્રેસલેટ પહેરવા પાછળની સાચી હકીકત જણાવી છે.

સલમાનની નકલ કરતી વખતે ઘણા લોકો હાથમાં તેના બ્લુ સ્ટોન બ્રેસલેટની કોપી પહેરેલા પણ જોવા મળે છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે સલમાનને આ બ્રેસલેટ ક્યાંથી મળ્યું અને તે હંમેશા તેને શા માટે પહેરે છે. હવે સલમાનના એક ફેન ક્લબે એક વીડિયો શેર કર્યો છે જેમાં સલમાન આ બ્રેસલેટ પર વાત કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોન અંદર સલમાનને તેનો એક ચાહક તેના બ્રેસલેટ વિશે પૂછે છે, તેના જવાબમાં સલમાન કહે છે કે, “મારા પિતા હંમેશા આ બ્રેસલેટને પહેરતા હતા અને આ તેમના હાથમાં ખુબ જ સારું લાગતું હતું. હું જયારે બાળક હતો ત્યારે આ બ્રેસલેટ સાથે રમતો હતો. જયારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે મારા માટે આવું જ બ્રેસલેટ લઈને આવ્યા. આ સ્ટોનને ફિરોજા કહેવાય છે.”

સલમાને આગળ વાત કરતા આ બ્રેસલેટ વિશે જણાવ્યું કે, “આ પથ્થરથી શું થાય છે ? હકીકતમાં આ તમારા તરફ આવવા વાળી નેગેટિવિટીને પોતાની ઉપર લઇ લે છે. જેના બાદ આ સ્ટોન બધી નેગેટિવિટી ગ્રહણ કરી લીધા બાદ તૂટી જાય છે. આ મારો સાતમો સ્ટોન છે.”

 

View this post on Instagram

 

A post shared by salman khan 🔵 (@kingno.1____)

તમને જણાવી દઈએ કે ગયા મહિને જ સલમાને તેનો 56મોં જન્મ દિવસ ઉજવ્યો હતો. તેના પહેલા જ 26 ડિસેમ્બરના રોજ તેને સાપે તાના ફાર્મ હાઉસ ઉપર જ ડંખ માર્યો હતો. જેના બાદ સલમાનને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. થોડા કલાકની સારવાર બાદ સલમાનને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. બીજા દિવસે સલમાને તેના પનવેલ ફાર્મ હાઉસ ઉપર જન્મ દિવસની શાનદાર પાર્ટી પણ આપી હતી.

Niraj Patel