ભાઈજાને ખુબ જ સંસ્કારી વાતો કહી, કહ્યું કે મહિલાઓનું શરીર ખૂબ કિંમતી છે. તે જેટલું ઢંકાયેલું રહેશે એટલું વધુ સારું, હું નથી ઈચ્છતો કે…..
Salman Khan reacts to Palak Tiwari’s statement : બોલીવુડ (bollywood) ના કલાકારો હંમેશા તેમની ફિલ્મોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ ઉપરાંત ઘણીવાર અભિનેતાઓ તેમના અંગત જીવન અને તેમના નિવેદનોને લઈને પણ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે હાલ બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન (salman khan) પણ તેના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યો છે. ઈદના અવસર પર સલમાન ખાનની ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” રિલીઝ થઇ છે. આ ફિલ્મને દર્શકો દ્વારા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, કેટલાકને આ ફિલ્મ પસંદ આવી છે તો કેટલાકે નકારી પણ કાઢી છે.
ત્યારે આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર પલક તિવારી (Palak Tiwari) એ તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મના સેટ પર મહિલાઓના કપડાને લઈને બનાવવામાં આવેલા નિયમોનો ખુલાસો કર્યો હતો. જો કે બાદમાં પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા તેણે કહ્યું કે તેણે જે કહ્યું તે ખોટી રીતે લેવામાં આવ્યું છે. જો કે, આના પર અત્યાર સુધી સલમાન ખાન કે ફિલ્મની અન્ય અભિનેત્રીઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી નહોતી. પરંતુ હવે સલમાન ખાને એક ટીવી શોમાં આ વિશે વાત કરી છે.
એક ટીવી શોમાં આ વિષય પર વાત કરતા સલમાન ખાને કહ્યું, “મને લાગે છે કે મહિલાઓનું શરીર ખૂબ કિંમતી છે. તે જેટલું ઢંકાયેલું રહેશે એટલું વધુ સારું છે. વાતાવરણ જરા અલગ છે… તે સ્ત્રીઓની વાત નથી. તે પુરુષો વિશે છે. જે રીતે પુરુષો સ્ત્રીઓને જુએ છે તે તમે જાણો છો, તમારી બહેનો, તમારી પત્નીઓ, તમારી માતાઓ… મને તે ગમતું નથી. હું નથી ઈચ્છતો કે તેઓ આ બાબતોમાંથી પસાર થાય.”
ઉલ્લેખનીય છે કે, પલકે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે સલમાનના સેટ પર એવો નિયમ છે કે કોઈ પણ છોકરી ડીપનેકવાળા કપડા પહેરી શકે નહીં. તેની પાછળ એક કારણ હતું. તે એક પરંપરાવાદી છે અને કહે છે કે છોકરીઓ ગમે તે પહેરી શકે છે. પરંતુ તેમની સાથે કામ કરતી છોકરીઓ હંમેશા સુરક્ષિત રહેવી જોઈએ. સેટ તેની અંગત જગ્યા નથી જ્યાં તે દરેક પર વિશ્વાસ કરી શકે. એટલા માટે તે તેની આસપાસની છોકરીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે.