ભાઈજાનને મળ્યો ધમકી ભરેલો પત્ર, પિતા સલીમ ખાન અને સલમાન ખાન માટે લખ્યું એવું કે ચાહકોને સાંભળીને ધ્રાસ્કો લાગશે

ગત અઠવાડિયે જ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની એક પછી એક ઘણી બધી ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી. આ હત્યાથી આખો દેશ હચમચી ગયો છે, ત્યારે હવે વધુ એક ભયાનક ખબર બોલીવુડમાંથી સામે આવી છે. બોલીવુડના ભાઈજાન સલમાન ખાનને પણ કોઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ અજાણ્યા વ્યક્તિએ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનના નામે ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારે બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાંથી એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં સલીમ અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર સલીમ ખાનના ગાર્ડને તે જગ્યાએથી મળી આવ્યો હતો જ્યાં સલીમ મોર્નિંગ વોક પછી બેઠા હતા. મુંબઈની બાંદ્રા પોલીસે આ મામલે FIR નોંધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે પત્રમાં સલમાન ખાન અને સલીમ ખાનને તેમની હાલત સિદ્ધુ મુસેવાલા જેવી કરવાની ધમકી આપવામાં આવી છે. વ્યક્તિએ લખ્યું, ‘સલિમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધુ મુસેવાલા જેવી થઈ જશે.’ પત્ર મળ્યા બાદ સલીમ ખાને તેમના સુરક્ષા ગાર્ડ મારફતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નિવેદન નોંધ્યા બાદ પોલીસે આઈપીસીની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે.

સલીમ ખાને પોલીસને જણાવ્યું કે મોર્નિંગ વોક પુરી કર્યા પછી દરરોજ તે એક જ બેંચ પર બેસે છે. તે રવિવારે સવારે તેના બે અંગરક્ષકો સાથે નીકળ્યા હતા. આવી સ્થિતિમાં એક બોડીગાર્ડે પત્રને બેંચ પર પડેલો જોયો. તેમણે પોલીસને ધમકીભર્યો પત્ર પણ સોંપ્યો છે.

ત્યારે આ મામલામાં હવે મહારાષ્ટ્રના ગૃહ વિભાગે અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનની સુરક્ષા વધારી દીધી છે. આ સમયે આરી ઓફિસર સલમાન ખાનના ઘરે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 5 જૂને સલમાન અને સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. જે બાદ હવે એટલે કે સોમવારે પોલીસે તેની તપાસ શરૂ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

જેના બાદ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, આ વીડિયોમાં ભાઈજાન સલમાન ખાન પોલીસ સ્ટેશનમાં જતો જોવા મળી રહ્યો છે, વીડિયોમાં જણાવ્યા અનુસાર સિદ્ધુ મૂસેવાલાની ઘટના બાદ તેમને મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓ અંગે  પૂછપરછ કરી હતી.

Niraj Patel