દુઃખદ સમાચાર: 50 વર્ષની ઉંમરે જીમમાં નિધન થયું બૉલીવુડ સેલિબ્રિટીનું, ભાઈજાન સાથે વર્ષો સુધી કામ કર્યું

બોલીવુડના ટોપ સેલિબ્રિટી અભિનેતા સલમાન ખાનના ડુપ્લિકેટ તરીકે પ્રખ્યાત સાગર ‘સલમાન’ પાંડેનું નિધન થયું છે. આ ઘટના આજે એટલે કે 30 સપ્ટેમ્બર બપોરે 1.00 વાગ્યેના સમયે બની હતી. જિમમાં વર્કઆઉટ કરતી વખતે પાંડેને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેનું મૃત્યુ થયું હતું. તેની ઉંમર લગભગ 50 વર્ષની હતી. જ્યારે સાગર પાંડેને અટેક આવ્યો ત્યારે તે જીમમાં ટ્રેડ મિલમાં કસરત કરી રહ્યો હતો.

સાગર પાંડે લગભગ 50 વર્ષન હતા અને તે સલમાન ખાનની સાથે લગભગ 50 ફિલ્મોમાં જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે એક્ટર સાગર પાડેએ સલમાન ખાનના બોડી ડબલની ભૂમિકા ઘણી ફિલ્મોમાં ભજવી છે. તેમાં બજરંગી ભાઈજાન, ટ્યુબલાઈટ, પ્રેમ રત્ન ધન પાયો, દબંગ, દબંગ-2 થી લઈને ઘણા ટીવી શો જેમકે બિગ બોસમાં કામ કરેલું છે.

તેઓ સ્ટેજ શો કરવા સિવાય ઘણા દેશ-વિદેશમાં પણ શોમાં પરફોર્મ કરતા હતા. સાગર પાંડેના નજીકના દોસ્ત રાજૂ રાઈકવારે માહિતી આપતા જણાવ્યું કે સાગર પાંડેને બે જિમ ઈન્સ્ટ્રક્ટર્સ મુંબઈની હોસ્પિટલમાં લઈને ગયા હતા. SRK ના બૉડી ડબલ પ્રશાંત વાલ્દેએ મીડિયા સાથે વાતચીત કરતા આ ન્યુઝ કન્ફર્મ કરી હતી

અને તેણે જણાવ્યું હતું, ‘સાગર જિમમાં વર્કઆઉટ કરતો હતો અને અચાનક પડી ગયો હતો. સાગરને તાત્કાલિક મુંબઈના જોગેશ્વરી ઇસ્ટમાં આવેલી હિંદી હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કૅર મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ડૉક્ટર્સે હોસ્પિટલમાંથી જણાવ્યું છે કે હોસ્પિટલ આવે તે પહેલાં જ બોડીગાર્ડ સાગરનું મોત થઈ ચૂક્યું હતું. વધુમાં પ્રશાંતે કહ્યું હતું કે તે આઘાતમાં છે. આમ જોઈએ તો સાગર દેખાવમાં એકદમ ફિટ એન્ડ ફાઇન હતો. તે માંડ 45-50 વર્ષનો જ હતો.

બે વર્ષ પહેલા એક ઇન્ટરવ્યૂમાં સાગરે કહ્યું હતું કે લૉકડાઉન સમયે તેમનું કામ બંધ થતાં તેણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. સાગરની કમાણીનો મુખ્ય સોર્સ એક્ટિંગ તથા સ્ટેજ શો હતો. જોકે, લૉકડાઉનમાં તમામ ફિલ્મના શૂટિંગ અટકી પડ્યા હતા અને શો પણ કેન્સલ થયા હતા. સાગર પણ ભાઈજાન સલમાન ખાનની જેમ કુંવારો હતો. તેના લગ્ન થયા ન હતા. સાગરને 5 ભાઈ હતા અને તે જ ખર્ચ ઉઠાવતો હતો.

દોસ્તો તમને જણાવી દઈએ કે સાગર સલમાનના ડુપ્લિકેટ તરીકે ખૂબ જ ફેમસ હતો અને તે ઘણી વાર દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્ટેજ શો કરતો હતો. સાગરના મિત્ર અને SRKના ડુપ્લિકેટ રાજુ રાયકવારે ફોન પર મીડિયાને જણાવ્યું કે હાર્ટ એટેક આવતાં બે જિમ પ્રશિક્ષકો તેને નજીકની સુવિધા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરો તેને જોગેશ્વરીની બાળાસાહેબ ઠાકરે ટ્રોમા સેન્ટર હોસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું હતું.

YC