સલમાન ખાન અને તેની ભાણી આયાત ખાનનું જોરદાર થયું બર્થ ડે સેલિબ્રેશન, બંનેએ સાથે કાપી કેક, બોબી દેઓલે કહ્યું, ” I LOVE U મામા”

સલમાન ખાન અને તેની ભાણી આયાત ખાનનું જોરદાર થયું બર્થ ડે સેલિબ્રેશન, બોબી દેઓલે કહ્યું, ” I LOVE U મામા”

Salman Khan Birthday Party :સલમાન ખાન ગતરોજ 27મી ડિસેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવ્યો. સલમાન આગળના દિવસે રાત્રે દિલ્હીથી મુંબઈ પરત ફર્યો હતો અને પોતાના પરિવાર સાથે તેનો ખાસ દિવસ ઉજવ્યો હતો. મુંબઈ પરત ફરતાની સાથે જ સેલિબ્રેશન શરૂ થઈ ગયું અને સલમાન તેની ભાણી  આયત સાથે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હવે સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીની કેટલીક સુંદર ઝલક પણ સામે આવી છે, જેમાં તે આયત માટે જન્મદિવસનું ગીત ગાતો જોવા મળે છે.

ભાણી સાથે ઉજવ્યો જન્મ દિવસ :

તમને જણાવી દઈએ કે સલમાન અને તેની ભાણી  આયતનો જન્મદિવસ એક જ દિવસે છે અને 27મી ડિસેમ્બરે બંનેએ આ ખાસ અવસર સાથે મનાવ્યો હતો. આ વર્ષે પણ એવું જ થયું અને સલમાને તેની ભાણી  સાથે કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગનો અંદરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાન પરિવારના સભ્યોથી ઘેરાયેલો જોવા મળે છે. સલમાન ખાને બહેન અર્પિતાના ઘરે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

આ સેલેબ્સ રહ્યા હાજર :

આ બર્થડે સેલિબ્રેશનમાં યૂલિયા વંતુર, અરબાઝ ખાન, અરહાન ખાન, હેલન, અલવીરા, આયુષ શર્મા, અર્પિતા ખાન જેવા પરિવારના સભ્યો ઉપરાંત બોબી દેઓલ જેવા કેટલાક નજીકના મિત્રો પણ ત્યાં જોવા મળ્યા હતા.બોબી દેઓલે પણ સલમાન ખાનના જન્મદિવસ પર પ્રેમથી ભરપૂર પોસ્ટ કરી છે. વીડિયોમાં પરિવારના સભ્યો સાથે સલમાન ખાન પણ આયત માટે બર્થડે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. બર્થડે સેલિબ્રેશનના વીડિયોમાં ઘરના તમામ સભ્યો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે જાણે તેઓ કોઈ તહેવારની ઉજવણી કરી રહ્યાં હોય.

બ્લેક શર્ટમાં ખુબ જ હેન્ડસમ દેખાયો ભાઈજાન :

સલમાન ખાન અને આયતે સાથે મળીને ત્રણ લેયરની કેક કાપી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો નજીકમાં ઉભા છે અને તાળીઓ પાડી રહ્યા છે. વીડિયોમાં અરબાઝ ખાન અને તેનો પુત્ર અરહાન પણ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે ભાઈજાન બ્લેક શર્ટ અને મેચિંગ જેકેટમાં જોવા મળ્યો હતો.  આ વર્ષે સલમાન ખાનની ‘ટાઈગર 3’ રીલિઝ થઈ હતી, જેણે સારું પ્રદર્શન કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મોમાં ‘ધ બુલ’, ‘પ્રેમ કી શાદી’, ‘ટાઈગર વર્સીસ પઠાણ’ અને ‘દબંગ 4’ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Niraj Patel