સલમાન ખાનને ખોળામાં ઉઠાવી નાચતા અનંત અંબાણીનો મજેદાર વીડિયો વાયરલ- જુઓ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન ભલે ખત્મ થઇ ગયા હોય પરંતુ હજુ પણ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ અને બોલિવુડ-હોલિવુડ સ્ટાર્સે ભાગ લીધો હતો. ઈવેન્ટમાં સેલેબ્સ ખૂબ ડાન્સ કરતા અને ગાતા જોવા મળ્યા. આ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયોથી સોશિયલ મીડિયા ભરાઇ ગયુ છે.

ત્યારે આ દરમિયાન બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનનો એક ફની વીડિયો સામે આવ્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન અંબાણી પરિવાર સાથે હોલિવૂડ સ્ટાર એકોનના ગીતો પર જોરોશોરોથી ડાન્સ કરી રહ્યો છે. આ દરમિયાન અનંત અંબાણી સલમાન ખાનને ઊંચકવાની કોશિશ કરે છે.

પરંતુ તે આમાં નિષ્ફળ જાય છે અને ત્યારપછી સલમાનનો બોડીગાર્ડ શેરા આવે છે અને ભાઈજાનને ખૂબ જ આરામથી ઉઠાવી લે છે. આ સમયે અનંત સલમાનને પાછળથી પકડી રાખે છે અને ડાંસ કરવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અનંત અને સલમાનની આ ક્યૂટ બોન્ડિંગ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે.

જણાવી દઇએ કે, ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાયેલા ત્રિ-દિવસિય પ્રી વેડિંગ ફંક્શનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, શાહરૂખ ખાનનો પરિવાર, બચ્ચન પરિવાર, રણબીર-આલિયા, રણવીર-દીપિકા સહિત બોલિવૂડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina