મુકેશ અંબાણીની પાર્ટીમાં એકસાથે જોવા મળ્યા શાહરૂખ, સલમાન અને એશ્વર્યા, ચાહકો બોલ્યા- ભાઇનો જૂનો પ્રેમ

ઓહોહો જબરું….વર્ષો પછી કોઇ ફોટોમાં સાથે જોવા મળ્ય સલમાન ખાન અને એશ્વર્યા રાય, ચાહકો બોલ્યા- ભાઇનો જૂનો પ્રેમ, જુઓ બધા PHOTOS

મુંબઇમાં સતત ત્રણ દિવસ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટર એટલે કે NMACCનું ભવ્ય લોન્ચ ઇવેન્ટ થયુ. અંબાણી પરિવારના આ ઇવેન્ટમાં બોલિવુડ અને હોલિવુડ સ્ટાર્સ સહિત રાજનેતાઓ અને વેપારી જગતના ઘણા લોકોએ હાજરી આપી. આ ઇવેન્ટમાં જેંડ્યા, ટોમ હોલેંડ અને જીજી હદીદી જેવી અનેક હોલિવુડ હસ્તિઓ પણ હાજર રહી હતી. આ દરમિયાનના ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાંનો એક ફોટો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

ઈવેન્ટમાં વર્ષો પછી ઐશ્વર્યા રાય બચ્ચન પણ સલમાન ખાન સાથે એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા. વાયરલ થઈ રહેલા ફોટામાં શાહરૂખ ખાન અને સલમાન ખાન નીતા અંબાણી, ટિમ હોલેન્ડ અને જેંડ્યા સાથે એક ફ્રેમમાં પોઝ આપતા જોઈ શકાય છે. આ જ ફ્રેમમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી રહી છે. જો કે અભિનેત્રી સામેની તરફ જોઈ રહી છે અને તેનો ચહેરો વાળથી ઢંકાયેલો છે,

પરંતુ તસવીરમાં આરાધ્યાનો ચહેરો જોઈ શકાય છે. સલમાન અને ઐશ્વર્યાને કદાચ ખબર પણ નહીં હોય કે તેઓ એક જ ફ્રેમમાં સાથે ક્લિક થયા છે. પરંતુ વર્ષો પછી બંનેને એક જ ફ્રેમમાં જોઈને ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે. આ તસવીર પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “સલમાન અને ઐશ્વર્યા એક ફ્રેમમાં.” જ્યારે બીજાએ લખ્યું, “સલમાન અને ઐશ્વર્યા વર્ષો પછી એક ફ્રેમમાં દેખાયા.

તમને જણાવી દઈએ કે સલમાન અને ઐશ્વર્યાના અફેરની બી-ટાઉનમાં ઘણી ચર્ચા થતી હતી.” જોકે, થોડા સમય બાદ બંને અલગ થઈ ગયા હતા. ઐશ્વર્યા રાયે બાદમાં અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. આ કપલને એક દીકરી આરાધ્યા બચ્ચન પણ છે. જ્યારે સલમાન ખાન હજુ પણ સિંગલ છે. જણાવી દઇએ કે, NMACC એટલે કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 2000 બેઠકો સાથેનું ભવ્ય થિયેટર છે. અહીં પ્લે થશે.

અહીં 250 સીટનું સ્ટુડિયો થિયેટર છે, જે નવીનતમ ટેકનોલોજીથી સજ્જ છે. એક ક્યુબ પણ છે, જેમાં 125 સીટો છે. તેમાં મૂવિંગ સ્ટેજ અને સીટો છે. આ કલ્ચરલ સેંટરમાં ત્રણ માળની આર્ટ ગેલેરી હશે. જેને 31 માર્ચે સામાન્ય લોકો માટે ખોલવામાં આવી છે. Jio વર્લ્ડ સેન્ટરની અંદર બનેલા NMACCમાં હવે નિયમિત રીતે ઇવેન્ટ થતા રહેશે. જેના માટે NMACCની સત્તાવાર વેબસાઇટ અથવા બુક માય શો પરથી ટિકિટ બુક કરાવી શકાય છે.

Shah Jina