57 વર્ષની સલમા હાયેકે વૃદ્ધ થઇ ગઈ તો પણ બિકીની પહેરવાની શોખીન છે, ચાહકોએ કહ્યું- લાગે છે કે 20 વર્ષથી તમારી ઉંમર વધી નથી

source: એક્ટ્રેસ સલમા હાયેક, જેની 58 વર્ષે પણ કાતિલ હસીના જેવી છે અદાઓ, બિકિની Photos જોઇ ફેન્સ પાણી-પાણી
હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સલમા હાયેક હમણાં જ 58 વર્ષની થઈ ગઈ છે. 2 સપ્ટેમ્બરે તેમણે પોતાનો જન્મદિવસ સ્ટાઇલિશ અને ધમાકેદાર અંદાજમાં ઉજવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

આ પ્રસંગે તેમણે પોતાના કેટલાક આકર્ષક ફોટા શેર કર્યા હતા, જે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એકેડેમી એવોર્ડ જીતનારી પ્રથમ મેક્સિકન અભિનેત્રી સલમા હાયેકે 2 સપ્ટેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે પોતાના કેટલાક આકર્ષક ફોટા શેર કર્યા હતા, જે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

સલમાના આ શાનદાર ફોટા આ સમયે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. સલમા હાયેકે ઈન્સ્ટાગ્રામ પર કુલ 18 ફોટા શેર કર્યા છે, જેમાં અભિનેત્રી અલગ-અલગ બિકિની પહેરીને બીચ પર મોજ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

સલમાએ પોતાની ફિટનેસ બતાવવામાં કોઈ કસર છોડી નથી. 58 વર્ષની ઉંમરે પણ સલમા હાયેકનું શરીર એકદમ તંદુરસ્ત છે અને તેમની ફિટનેસ અને સુંદરતા અદ્ભુત છે. આ ફોટાઓમાં તેઓ સમુદ્રની વચ્ચે એક યોટ પર પોઝ આપતા જોવા મળે છે. તેઓ બિકિનીમાં શાનદાર પોઝ આપતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

તેમણે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી વખતે કૅપ્શનમાં પોતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું, ‘મને 58મા જન્મદિવસની શુભેચ્છાઓ – નોંધ લેશો – આમાંથી કોઈ પણ થ્રોબૅક નથી.’ તેમણે કૅપ્શનનો સ્પેનિશમાં અનુવાદ પણ કર્યો હતો અને એ જ વાતો લખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

સલમાની ફિલ્મોની વાત કરીએ તો તેઓ 1999થી ઉદ્યોગમાં છે. તેમણે ‘ગ્રોન અપ્સ’, ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મેક્સિકો’, ‘હાઉ ટુ બી એ લેટિન લવર’, ‘ફ્રિડા’, ‘ડેસ્પેરાડો’, ‘એટર્નલ્સ’ અને ‘ફ્રોમ ડસ્ક ટિલ ડોન’ જેવી અનેક ફિલ્મો કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

સલમા હાયેકના ઈન્સ્ટાગ્રામ ફૅન ફોલોઅર્સની વાત કરીએ તો તેમને 28.8 મિલિયન લોકો ફોલો કરે છે. સલમા હાયેક હોલીવુડ ફિલ્મ ઉદ્યોગનું એક મોટું નામ છે. તેમને છેલ્લે ફિલ્મ ‘મેજિક માઈક્સ લાસ્ટ ડાન્સ’માં જોવામાં આવ્યા હતા. સલમા હાયેક ગાયકીમાં પણ નિપુણ છે. તેમણે ત્રણ ફિલ્મોમાં ગીતો ગાયા છે. તેમનું પ્રથમ ગીત ‘ક્વેડેટ એક્વી’ હતું જે ‘ડેસ્પેરાડો’ માટે ગાવામાં આવ્યું હતું. ‘

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

ફ્રિડા’માં તેમણે ‘લોસ વેગા બેન્ડ’ સાથે મેક્સિકન લોકગીત લા બ્રુજા ગાયું હતું. તેમણે ‘સિએન્તે મી અમોર’ ગીત પણ રેકોર્ડ કર્યું હતું જે ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મેક્સિકો’ના અંતમાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)


હાયેકને ઘણા મીડિયા આઉટલેટ્સ દ્વારા હોલીવુડની સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી લેટિન અભિનેત્રીઓમાંની એક અને વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક તરીકે વર્ણવવામાં આવી છે. ટાઈમ મેગેઝિને તેમને 2023માં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક  નામાંકિત કર્યા હતા. વર્ષ 2021માં તેમને ‘હોલીવુડ વોક ઓફ ફેમ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા

Swt