સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો તો હટી ગયા, છતાં સાધુ સંતો હજુ પણ છે રોષમાં… લીંબડીમાં યોજાયેલા મહાસંમેલનમાં કહ્યું, “‘એક તખતી હટાવી લેવાથી સમાધાન નથી થતું !’

સાળંગપુરમાં ભીંતચિત્રો તો હટ્યાં પણ સંતો હજી લડવાના મૂડમાં:લીંબડીના મહાસંમેલનમાં કહ્યું- ‘સમાધાન કરવા ગયા એ લડતમાં જ નહોતા, ‘એક તખતી હટાવી લેવાથી સમાધાન નથી​​​​​​​ થતું​​​​​​​’

Saints in the convention of Limbadi : આજે વહેલી સવારે સૂર્યોદય પહેલા જ સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્ર ઉતારીને તેની જગ્યાએ નવા ભીંતચિત્ર લગાવી દેવામાં આવ્યા. આ ભીંતચિત્રને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આખરે આ મામલે સરકારે પણ હસ્તક્ષેપ કર્યો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના નિવાસ્થાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુલાકાત કરી અને આ ભીંતચિત્રો દૂર કરવાનો નિર્ણય થતા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને ભીંતચિત્રોને ઉતારી લેવામાં આવ્યા.

લીંબડીમાં યોજાયું સંતોનું મહાસંમેલન :

તો બીજી તરફ આજે લીંબડી ખાતે સનાતન ધર્મના સાધુ સંતોએ મહાસંમેલનનું આયોજન કર્યું હતું. લીંબડીના મનદીપ પાર્ટી પ્લોટ ખાતે આ મહાસિમલન યોજાયું. જેમાં ગુજરાત અને દેશભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો સહીત અલગ અલગ ધાર્મિક મહામંડલેશ્વરો મોટી સંખ્યામાં સંમેલનમાં હાજરી આપી. આ ઉપરાંત આ મહાસંમેલનમાં 14 જેટલા ઠરાવ મુકવામાં આવ્યા છે. આ ઠરાવ મુજબ સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહીં અને સર્વોપરી કઈ રીતે તેનો ખુલાસો માગવાનું નક્કી કરાયું.

ચીલમ પીનારા જ્યારે ચીપીયા લઇને આવશે ત્યારે… :

આ મહાસંમેલનની અંદર ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યુ કે, “બે દિવસ પહેલા એક ખતરનાક વીડિયો સામે આવ્યો છે કે, ચીલમ પીનારા અમને શું સલાહ આપવાના હતા? મારે એ મૂર્ખને કહેવું છે કે, ચીલમ પીનારા જ્યારે ચીપીયા લઇને આવશે ત્યારે શોઘ્યા નહીં જડો. આ તાકાત ગોરખપીઠની છે. કોઇની નિંદા ન કરો, તમે તમારું મહિમાગાન કરો. જો તમે સનાતન ઘર્મનો આદાર થાય તો અમે તમને સ્વીકારવા તૈયાર છીએ.”

સનાતન ધર્મનું અપમાન :

તો વડોદરાથી આવેલા જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, “સનાતન ધર્મનું અપમાન.. આ બાબતે ઉગ્ર રજૂઆતો અને ઉગ્ર લડત સનાતન ધર્મના સૈનિકોએ આપી. એમણે ભીંતચિત્રો હટાવ્યાં છે પણ એમને મગજનાં ચિત્રો હટાવવાની જરૂર હતી. બીજે બધે મંદિરોમાં આડેધડ લખાણ કરેલાં છે, છાપેલાં છે, મૂર્તિઓ બનાવી છે જેવી કે શિવજી પૂજા કરતાં હોય, પાર્વતીજી પૂજા કરતાં હોય. લખેલું તો એવું છે કે લક્ષ્મીજી દાસી છે એમના.”

Niraj Patel