જામનગરમાં મહેમાનો માટે રહેવાની કેવી છે વ્યવસ્થા ? બેડમિન્ટન સ્ટાર સાયનાએ ગરબા રમતા રમતા શેર કર્યો ટેન્ટનો વીડિયો, જુઓ

અંબાણી ટાઉનશિપની અંદરનો નજારો:મોંઘેરા મહેમાનો માટે બન્યા છે આલીશાન ટેન્ટ, VIP ફેસિલિટી, બેડમિન્ટન સ્ટારે ગરબા રમતાં રમતાં દેખાડ્યો, જુઓ

Saina Nehwal Shared Tent Video : જામનગર હાલ સેલેબ્રિટીઓથી છલકાઈ ગયું છે. બૉલીવુડથી લઈને હોલીવુડ, રાજકારણ અને બિઝનેસ જગત ઉપરાંત રમત ગમત સાથે જોડાયેલા ઘણા બધા સેલેબ્સ હાલ જામનગરમાં છે. કારણ કે દેશ અને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ માંથી એક એવા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન પહેલા પ્રિ વેડિંગ સેરેમની જામનગરમાં ઉજવાઈ રહી છે. ત્યારે આ વીવીઆઈપી મહેમાનો માટે અંબાણી દ્વારા ખુબ જ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જામનગર પહોંચી સાયના નહેવાલ :

આ દરમિયાન ટેનિસ ખેલાડી સાયના નેહવાલે સેલિબ્રિટીઝ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની ઝલક બતાવી હતી. વીડિયોમાં એક વિશાળ મેદાન અને ઘણા લક્ઝરી ટેન્ટ દેખાઈ રહ્યા છે. આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સાઇના નેહવાલ તેના પતિ પારુપલ્લી કશ્યપ સાથે જામનગર પહોંચી છે.

બતાવ્યો ટેન્ટનો નજારો :

ફંક્શનમાં પહોંચતાની સાથે જ સાઇનાએ અંબાણીની વ્યવસ્થાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોને શેર કરતા તેને લખ્યું – ‘ધ પરફેક્ટ અંબાણી વેડિંગ.’ વીડિયોની શરૂઆતમાં સાયના ગરબા કરતી જોવા મળી રહી છે. આ પછી સાયના ટેન્ટની અંદર જાય છે અને ત્યાંની દરેક વસ્તુ બતાવે છે.

ગરબા પણ રમી :

આ ટેન્ટમાં તે તમામ લક્ઝરી વસ્તુઓ છે જે આ ટેન્ટને ખાસ બનાવે છે. એક ડ્રોઈંગ રૂમ છે અને બીજો રૂમ બેડરૂમ છે. આ સાથે લક્ઝરી ટેન્ટમાં લક્ઝુરિયસ બેડ અને સોફા પણ છે. આ ટેન્ટની અંદરનો લુક એટલો અદભૂત છે કે તેને જોયા બાદ યુઝર્સ કોમેન્ટમાં ક્લાસી લખી રહ્યા છે. સાયનાએ આ આખા વિડિયોમાં બહારનો નજારો પણ બતાવ્યો જેને જોરદાર રીતે સજાવવામાં આવ્યો છે.

આલીશાન છે ટેન્ટ :

આ સાથે, નજીકમાં અન્ય ઘણા ટેન્ટ્સ પણ દેખાય છે જેમાં બાકીના સ્ટાર્સ ગોઠવવામાં આવ્યા છે. અંબાણી દ્વારા સેલેબ્સને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. પ્રી-વેડિંગમાં હાજરી આપનાર દરેક મહેમાનો માટે અલગ ટેન્ટની સુવિધા ઉભી કરાઈ છે.  તમને જણાવી દઈએ કે આજથી 3 માર્ચ સુધી અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સેરેમની ઉજવાશે.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

Niraj Patel