ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડેયલી એક દુઃખદ ખબર હાલ આવી રહી છે. સાઉથ સિનેમાના ઉભરતા અભિએન્ટ સાઈ ધરમ એક રોડ અકસ્માતની અંદર ઘાયલ થઇ ગયો છે. ઘટના બાદ તેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જેના બાદ અભિનેતાને અપોલો જ્યુબિલી હિલ્સમાં શિફ્ટ કરી દેવામા આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. આઅકસ્માત સાઇબરાબાદના આઇકોનિક કેબલ બ્રિજ ઉપર થયો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યુબિલી હિલ્સ અને IKEA સ્ટ્રેચની બચ્ચે સાઈ તેની બાઈક ઉપરથી સંતુલન ખોઈ બેઠો અને તેની સાથે આ દુર્ઘટના ઘટી ગઈ. દુર્ઘટના બાદ તે રસ્તા ઉપર પડી ગયો. જયારે રસ્તે જતા લોકોએ તેને જોયો ત્યારે પોલીસની મદદથી અભિનેતાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાઇક ઉપરથી પડવાના કારણે સાઈને ઈજાઓ પહોંચી હતી.
હોસ્પિટલ દ્વારા પણ સાઈ ધરમની હેલ્થ અપડેટ શેર કરવામાં આવી છે. હોસ્પિટલ તરફથી નિવેદન આપીને જણાવવામાં આવ્યું છે કે અભિનેતાની હાલત હાલ સ્થિર ચેહ. તેના શરીરના બધા જ મહત્વના અંગો પણ કામ કરી રહ્યા છે. તેને આઇસીયુમાં અસિસ્ટેડ રેસ્પિરેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની હાલત ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.
બ્રિજ ઉપર રહેલા સીસીટીવી કેમેરામાં સાઈના આ અકસ્માતનો વીડિયો પણ કેદ થઇ ગયો છે જેમાં અભિનેતા સ્લીપ ખાઈ અને રસ્તાની બરાબર વચ્ચે પડતો પણ દેખાઈ રહ્યો છે. 34 વર્ષીય સાઈ ધરમ તેલુગુ ફિલ્મોનો એક ખ્યાતનામ અભિનેતા છે. તેના અકસ્માત બાદ તેના જલ્દી સ્વસ્થ થવાની ચાહકો પણ પ્રાર્થના કરી રહ્યા છે.