અકસ્માત બાદ હોસ્પિટલમાંથી આવી “બચપન કા પ્યાર” ફેમ સહદેવની પહેલી તસવીર, કલાકો બાદ આવ્યું ભાન, જુઓ

“બચપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના” ગીત ગાઈને રાતો રાત સ્ટાર બની ચૂકેલા સહદેવને આજે એક ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો. તેના અકસ્માત બાદ ચાહકો પણ તેના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હવે લોકોની પ્રાર્થનાઓની અસર પણ થઇ છે. અકસ્માતના કલાકો બાદ સહદેવને ભાન આવ્યું છે.

ધીમે ધીમે સહદેવની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. આ નાના સ્ટારના ચહેરા ઉપર હવે મુસ્કાન પણ આવી રહી છે. રોડ દુર્ઘટનાની  અંદર સહદેવને ખુબ જ વધારે ઈજાઓ પહોંચી હતી. સહદેવને સુકમાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેના બાદ તેને સહદેવને જગદલપુર રીફર કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાં સહદેવની સારવાર ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@quickbollywood)

મંગળવારે સાંજે સહદેવ તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર શબરી નગર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની બાઇક રોડ પર પડેલી રેતીના કારણે બેકાબૂ બની હતી. આ અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન તેને માથામાં પાંચ ટાંકા પણ આવ્યા હતા. રેપર બાદશાહે ઇન્સ્ટા સ્ટોરી પર સહદેવની હેલ્થ અપડેટ શેર કરી હતી અને ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા પણ જણાવ્યુ હતું.

મોડી રાત્રે જગદલપુરના ડીમરાપાલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા બાદ સહદેવની સારવાર ડોક્ટરોએ શરૂ કરી હતી. ત્યાં તેનું સીટી સ્કેન કર્યા બાદ આઇસીયુમાં 12 કલાક સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. સહદેવ હવે સ્વસ્થ છે અને વાતચીત પણ કરી રહ્યો છે. તેની તબિયતમાં ખાસો સુધારો આવી ગયો છે.

ડીમરાપાલ હોસ્પિટલના અધિક્ષક ટીકુ સિંહએ જાણકારી આપતા કહ્યું કે, “સહદેવની ઘણો જ સુધારો આવ્યો છે. હવે તે તેના પરિવારજનો સાથે વાત પણ કરી રહ્યો છે. સીટી સ્કેનના રિપોર્ટમાં પણ કોઈ ગંભીર ઇજા નથી જોવા મળી. જો કે દીમરાળ હોસ્પિટલના ન્યુરોસર્જન ના હોવા કારણે પરિવારજનોના નિવેદન બાદ સહદેવને રાયપુર મોકલવામાં આવી રહ્યો છે. જ્યાં ફરી એકવાર તેનું સીટીસ્કેન કરવામાં આવશે. હોસ્પિટલ

 

View this post on Instagram

 

A post shared by Rajesh Yadav (@rajeshyadav07_)

Niraj Patel