“બચપન કા પ્યાર” ફેમ સહદેવ દિરદોનો અકસ્માત, માથામાં ગંભીર ઇજા- બાદશાહે શેર કરી હેલ્થ અપડેટ

‘બચપન કા પ્યાર’ ગીત ગાઈને સોશિયલ મીડિયા પર ફેમસ થયેલો સહદેવ દિરદો રોડ અકસ્માતનો શિકાર બન્યો છે. આ દુર્ઘટનામાં તેને ઘણું નુકસાન થયું હતું, ત્યારબાદ સહદેવને સુકમાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં સહદેવની સારવાર ચાલી રહી છે. સહદેવ સુકમાનો રહેવાસી છે. રીપોર્ટ અનુસાર આ મામલો મંગળવાર સાંજનો છે. સહદેવ તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર શબરી નગર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની બાઇક રોડ પર બેકાબૂ બની હતી. આ અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ દરમિયાન તેને માથામાં ચાર ટાંકા પણ આવ્યા હતા. રેપર બાદશાહે ઇન્સ્ટા સ્ટોરી પર સહદેવની હેલ્થ અપડેટ શેર કરી છે અને ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા પણ જણાવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, એસપી સુનીલ શર્મા અને કલેક્ટર વિનીત નંદનવાર સહદેવને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સહદેવની હેલ્થ વિશે જાણકારી મેળવી હતી. કલેક્ટરે ડોક્ટરોને સહદેવની યોગ્ય સારવાર કરવા સૂચના આપી હતી. ત્યાં, હવે સહદેવને જગદલપુર રીફર કરવામાં આવ્યો છે. ઘટનાની વાત કરીએ તો, મંગળવારે મોડી સાંજે લગભગ 5 વાગ્યા આસપાસ સહદેવ મિત્રો સાથે ટૂ-વ્હીલર પર શબરી નગર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક રસ્તા પર રેતીના કારણે તેની બાઇક બેકાબૂ થઈને પલટી ગઈ.

અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આસપાસના લોકો તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તબીબોએ માથામાં 4 ટાંકા લઇ સારવાર શરૂ કરી હતી. એક્સ-રે પણ કરાવ્યો હતો. આ પછી તેને જગદલપુર રિફર કરવામાં આવ્યો હતો. સુકમાનો રહેવાસી સહદેવ સોશિયલ મીડિયા પર ઘણો ફેમસ છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને તેના કારણે તે રાતોરાત સ્ટાર બની ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rajesh Yadav 🔵 (@rajeshyadav07_)

આ વીડિયોમાં સહદેવ તેના ક્લાસમાં ‘બચપન કા પ્યાર’ ગીત ગાતો જોવા મળ્યો હતો. સહદેવનો આ વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો હતો, જેના કારણે ઘણા લોકોએ તે ગીત પર રીલ બનાવી હતી.સહદેવનો વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.

સિંગર-રેપર બાદશાહને પણ તેનો આ વીડિયો ઘણો પસંદ આવ્યો, જેના કારણે તેને બાદશાહ સાથે સહદેવને કામ કરવાનો મોકો મળ્યો. સહદેવનો વિડિયો જોઈને બાદશાહે તેને મળવા બોલાવ્યો. આ પછી બંનેની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. બાદશાહે ‘બચપન કા પ્યાર’ના ગીત પર સહદેવ સાથે એક ગીત પણ કમ્પોઝ કર્યું હતું, જેમાં સહદેવ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rajesh Yadav 🔵 (@rajeshyadav07_)

Shah Jina