બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સદાશિવ અમરાપુરકરના ઘરમાં લાગી ભીષણ આગ, આખો ફ્લેટ બળીને થઇ ગયો રાખ, જુઓ

“ઇશ્ક” ફેમ સદાશિવ અમરાપુરકરના ઘરમાં લાગી આગ, બળીને રાખ થઇ ગયા 4 ફ્લેટ, કેટલું થયું નુકશાન ?

Sadashiv Amrapurkar Home Fire : મનોરંજન જગતમાંથી એક પછી એક શોકિંગ ખબરો આવવાનો સિલસિલો ચાલુ જ છે. ત્યારે પણ એક એવી જ ખબરે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. ગત બુધવારના રોજ જાણીતા અભિનેતા સદાશિવ અમરાપુરકરના ઘરમાં આગ લાગી હતી. આ અકસ્માત અહમદનગરના સુમન એપાર્ટમેન્ટમાં થયો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ ઘટના 13 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બની હતી. જ્યારે આ આગ લાગી ત્યારે લોકો પણ ઘરમાં હાજર હતા, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી આગ પર કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે લાગી આગ :

મીડિયા રિપોર્ટ અનુસાર સુમન એપાર્ટમેન્ટમાં સદાશિવ અમરાપુરકરના ચાર ફ્લેટ છે. જે ફ્લેટમાં આગ લાગી તે અભિનેતાની પત્ની સુનંદા સદાશિવના નામે છે. અભિનેતાની પત્નીએ આ ફ્લેટ ભાડે આપ્યો છે. ભાડુઆતનું નામ જ્યોતિ ભોર હોવાનું કહેવાય છે, જે તે સમયે ઘરમાં હાજર હતી. આગના કારણે ઘરમાં હાજર જ્યોતિને પણ સામાન્ય ઈજા થઈ હતી. જો કે ફાયર ફાઈટરોએ સમયસર તેને બચાવી લીધીહતી  અને આગ ઓલવવામાં પણ સફળતા મેળવી હતી.

એક મહિલા ઈજાગ્રસ્ત :

આગને કારણે કેટલીક માલસામાનને નુકસાન થયું છે. ધુમાડાના કારણે એક મહિલાની તબિયત પણ લથડી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જો કે હવે તેની તબિયત સારી છે. ગઈકાલે બપોરે 1 વાગ્યાના અરસામાં વીજ પુરવઠો વધવાના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટરમાં શોર્ટ સર્કિટના કારણે વાયરમાં આગ લાગી હતી. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ હાજર નહોતું, જેના કારણે ત્યાં રાખેલો સામાન સુરક્ષિત રાખી શકાયો ન હતો.

2014માં થયું હતું અભિનેતાનું નિધન :

શોર્ટ સર્કિટના કારણે બિલ્ડીંગમાં રહેલા લોકોની ઈલેક્ટ્રોનિક વસ્તુઓને નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે સદાશિવ અમરાપુરકર હવે આ દુનિયામાં નથી. વર્ષ 2014માં તેમનું અવસાન થયું હતું. સદાશિવ અમરાપુરકરે બોલિવૂડમાં નકારાત્મક અને સકારાત્મક બંને ભૂમિકાઓ ભજવી હતી. તે થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેણે ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય’થી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે લગભગ 60 ફિલ્મોમાં જોવા મળ્યો.

Niraj Patel