મનોરંજન

સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર કોઈ અભિનેત્રી કરતા જરા પણ કમ નથી, તેની ગ્લેમરસ તસવીરો જોઈને તમે પણ દીવાના બની જશો

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર વિશે તો આપણે બધા જ પરિચિત છીએ. સચિનના આલીશાન જીવન અને ક્રિકેટ કેરિયર વિશે આપણે ઘણું જાણ્યું. પરંતુ આજે અમે તમને સચિનની લાડલી સારા તેંડુલકરના જીવન વિશે કેટલીક વાતો જણાવીશું.

સચિન તેંડુલકરને બે સંતાનો છે. જેમાં દીકરાનું નામ અર્જુન તેંડુલકર છે. અર્જુનની પસંદગી આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સમાં કરવામાં આવી હતી. આઈપીએલમાં મુંબઈની ટીમે તેને બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો અને તે ચર્ચાનો વિષય પણ રહ્યો હતો.

તો સચિનની લાડલી દીકરીનું નામ છે સારા તેંડુલકર. સારા લાઇમ લાઇટથી ખુબ જ દૂર રહે છે. છતાં પણ પાર્ટી અને અને પારિવારિક પ્રસંગોમાં તે જોવા મળી જાય છે. સારા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેનો ઘણો મોટો ચાહકવર્ગ પણ છે.

પાર્ટીઓમાં પણ સારા ખુબ જ ફેશનેબલ અંદાજમાં જોવા મળે છે. એવામાં આજે અમે તમને સારાની એવી ગ્લેમરસ તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમે પણ તેના દીવાના થઇ જશો.

સારા તેંદુલકરનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો, અને તેણે પોતાનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કરેલો છે.

સાદગી અને સુંદરતાની બાબતમાં સારા પોતાની માં ડૉક્ટર અંજલિ તેંદુલકર જેવી જ છે. સારા સાદગીની સાથે સાથે ગ્લેમરસ અંદાજમાં પણ ખુબ જ સુંદર લાગે છે.

સારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહેં છે, જેમાં લોકો તેની સુંદરતાની સાથે સાથે તેની ફેશન સ્ટાઇલના પણ ખુબ વખાણ કરે છે. તેની તસ્વીરો પર અમુક જ સમયમાં લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ થઇ જાય છે.

સારાની તસ્વીરોને જોઈને લાગી રહ્યું છે કે તેને વેસ્ટર્ન અને ભારતીય બંન્ને પ્રકારના ડ્રેસ પહેરવા ખુબ જ પસંદ છે અને બંન્ને અવતારમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

સારાને ફિલ્મો જોવી અને મ્યુઝિકનો ખુબ જ શોખ છે. આ સિવાય તેને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે. ચાહકો જલ્દી જ સારાના બોલીવુડમાં એન્ટ્રી લેવાની રાહ જોઈ રહ્યા છે પણ હાલ તો સારાને અભિનય કરવામાં કોઈ રુચિ નથી.