ક્રિકેટનો ભગવાન બન્યો કોરોના દર્દીઓ માટે પણ વરદાન, સચિન તેંડુલકરે દાન કર્યા આટલા કરોડ રૂપિયા

ભારતની અંદર કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આ દરમિયાન હોસ્પિટલમાં બેડ અને દર્દીઓ માટે ઓક્સિજન મળવું ખુબ જ મુશ્કેલ થઇ રહ્યું છે. એવામાં ઘણા બધા લોકો મદદ માટે આગળ પણ આવ્યા છે. ત્યારે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ મદદ માટે હાથ લાંભવ્યો છે.

સચિન તેંડુલકરે ગુરુવારના રોજ દર્દીઓ માટે ઓક્સિજન કનસંટ્રેટર્સ ખરીદવાના ઈરાદાથી એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે દેશની અંદર કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારના રોજ જ સૌથી વધુ 3 લાખ 79 હજાર 257 નવા મામલા સામે આવ્યા.

સચિને ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉણપ દૂર કરવા માટે “મિશન ઓક્સિજન” નામના એક એનજીઓમાં દાન કરવાની જાહેરાત કરી છે. તેંડુલકરે સોશિયલ મીડિયામાં મેસેજ શેર કરી અને આ વાતની જાણકારી આપી છે. સચિને પોતાની ટ્વિટની અંદર જણાવ્યું છે કે તે “મિશન ઓક્સિજન” નામની સંસ્થાને તેમના તરફથી મદદ કરી રહ્યા છે.

Niraj Patel