સચિન, વિરાટ, અમિતાભ, અંબાણી સમેત 3 હજાર VVIP અને 7 હજાર જેટલા VIPને મળ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ, જાણો કેવી રીતે થશે એન્ટ્રી

અયોધ્યામાં 22 જાન્યુઆરી થઇ રહેલી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને મોકલાયા આમંત્રણ, જુઓ બીજું કોણ કોણ આવશે ?

Sachin and Virat invited to Ram Mandir : 22 જાન્યુઆરીનો દિવસ ભારત માટે એક ઐતિહાસિક દિવસ બનવાનો છે. લાંબા વિવાદ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થયું હતું અને હવે 22 જાન્યુઆરીના રોજ આ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે. ત્યારે આ ઉત્સવને લઈને દેશભરના લોકો ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. લાખોની સંખ્યામાં રામભક્તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવવાના છે. ત્યારે આ દરમિયાન કેટલાક ખાસ લોકોને પણ તેના માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

સચિન અને વિરાટને આમંત્રણ :

તમે ક્રિકેટના બે મહાન ખેલાડીઓ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને ક્રિકેટના મેદાન પર ઘણી વાર જોયા હશે, પરંતુ ટૂંક સમયમાં તમે આ બંને ખેલાડીઓને દેશના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં એકસાથે જોઈ શકશો. વાસ્તવમાં, સચિન અને વિરાટ બંને રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જઈ શકે છે. પ્રિન્ટ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ રામ મંદિરના અભિષેક કાર્યક્રમ માટે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બંનેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આ મહાનુભવો પણ રહેશે હાજર :

જો આમ થશે તો આ પહેલીવાર બનશે જ્યારે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર આ બે ભારતીય ખેલાડીઓ ધાર્મિક સ્થળ પર એક કાર્યક્રમ જોવા સાથે જશે. આ ખાસ કાર્યક્રમ માટે પ્રતિષ્ઠિત ક્રિકેટ જોડી ઉપરાંત લગભગ 8000 મહાનુભાવોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. પવિત્ર મંદિર જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. રામ લલ્લાની પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારત રત્ન સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક વિશેષ હસ્તીઓ હાજરી આપશે.

સિનેમા જગતના કલાકારો પણ આપશે હાજરી :

આ ઉપરાંત સિનેમાજગતમાંથી કંગના રનૌત, અભિનેતા અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને ગાયિકા આશા ભોંસલેને આમંત્રણ આપવામાં આવ્યાં છે. ઉપરાંત દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન તાતાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યાં છે. આ સિવાય મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવ્યાં છે.

 

Niraj Patel