યુક્રેનમાં રશિયન સૈનિકે કર્યું આત્મસમર્પણ, યુક્રેનના લોકોએ વીડિયો કોલમાં તેની માતા સાથે કરાવી વાત, પ્રેમથી પીવડાવી ચા: દાવો, જુઓ ભાવુક કરી દેનારો વીડિયો

યુક્રેનના રસ્તાઓ ઉપર પોતાનું લોહી વહાવી રહેલા રશિયન સૈનિકોના પકડાવવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. હવે એક તાજા મામલામાં યુક્રેનમાં એક રશિયન સૈનિક પકડાયો છે. જેના બાદ રશિયન સૈનિકે આત્મસમર્પણ કર્યું. રશિયન સૈનિકની પાસે હાજર યુક્રેનના લોકોએ માનવતા બતાવી અને તેને ચા અને પેસ્ટી આપી. એક મહિલાએ તેને આશ્વાસન આપ્યું, તેને પોતાનો ફોન આપ્યો અને તેને તેની માતા સાથે વાત કરવા કહ્યું. તેની માતાનો અવાજ સાંભળીને રશિયન સૈનિક રડવા લાગ્યો.

આ સમગ્ર ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને આ વીડિયોને જોઈને લોકો પણ ભાવુક થઇ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનનો એક વ્યક્તિ કહી રહ્યો છે કે, “આ યુવક છે, આ તેમની ભૂલ નથી. આ સૈનિકો જાણતા નથી કે તેઓ અહીં શા માટે આવ્યા છે. તેઓ જૂના નકશાનો ઉપયોગ કરી રહ્યા છે અને ખોવાઈ ગયા છે.” સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયન સૈનિકના આત્મસમર્પણ બાદ સ્થાનિક લોકો તેનું સ્વાગત કરે છે અને તેને ભોજન આપે છે.

આ વીડિયોનું કેપ્શનમાં લખાવમાં આવ્યું છે કે “રશિયન સૈનિકો આત્મસમર્પણ કરો, યુક્રેનના લોકો તમને ભોજન આપશે. ફક્ત આત્મસમર્પણ. મીડિયા રિપોર્ટ અનુસાર  એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન સૈનિકો પોતાનો ઉત્સાહ ગુમાવી રહ્યા છે અને તેઓ લડ્યા વિના આત્મસમર્પણ કરી રહ્યા છે.

આવા બીજા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં એવું જોવા મળે છે કે રશિયન સૈનિકો રડી રહ્યા છે અને તેમને એ પણ ખબર નથી કે તેઓ યુક્રેનમાં શું ઈચ્છે છે. રેડિયો સંદેશાઓમાં રશિયન સૈનિકો યુક્રેનિયન નગરો પર બોમ્બ મારવાના આદેશને અવગણતા દર્શાવતા હતા. એટલું જ નહીં, રશિયન સૈનિકો ખોરાક અને ઇંધણ ખતમ થઈ જવાની ફરિયાદ કરી રહ્યા છે.

યુક્રેનની સેનાએ પોતાના ધ્વજની સામે બેઠેલા પકડાયેલા રશિયન સૈનિકોનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે. આમાં ઘાયલ રશિયન સૈનિકે કહ્યું કે આ અમારું યુદ્ધ નથી. માતાઓ અને પત્નીઓ, તમારા પતિઓને ભેગા કરો. અહીં રહેવાની જરૂર નથી. અન્ય વિડિયોમાં એક પકડાયેલ રશિયન કેદી યુદ્ધના કારણે થયેલા મૃત્યુ અને વિનાશ પર રડતો બતાવે છે. આ વીડિયોમાં રશિયન સૈનિકો પોતાની જ સેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહે છે કે તેઓ મૃતદેહ પણ નથી ઉપાડતા અને અંતિમ સંસ્કાર પણ નથી કરતા.

Niraj Patel