23 વર્ષની મહિલા બની 11 બાળકોની માતા, હજી 105 બાળકોને પેદા કરવા…જુઓ તસવીરો

કેટલાક લોકોને દારૂની લત હોય છે તો કેટલાક લોકોને સિગારેટની. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે ઘણો અજીબ છે. આ પરથી તમને એવું લાગશે કે કદાચ આ કપલને વધુને વધુ બાળકો પેદા કરવાનુ વ્યસન છે. હા, એક કપલને 10થી પણ વધુ બાળકો છે અને હજુ પણ તેઓ વધુ બાળકો ઇચ્છે છે. આ મહિલાના 56 વર્ષના પતિ ઈચ્છે છે કે તેમને કુલ 105 બાળકો થાય. પહેલાના સમયમાં સંયુક્ત અને મોટા પરિવારનું ચલણ હતુ, વધારે માતા-પિતા 8-10 બાળકો પેદા કરતા હતા. પરંતુ બદલાયેલા સમય સાથે મોટા પરિવારનું ચલણ પણ ખત્મ થઇ ગયુ. હવે આજ-કાલના માતા-પિતા એક કે બે બાળકો જ ઇચ્છતા હોય છે. પરંતુ આજે પણ કેટલાક કપલ એવા છે જેમને બાળકોથી ઘણો લગાવ છે.

રૂસના રહેવાસી ક્રિસ્ટિના ઓજ્ટર્ક 11 બાળકોની માતા છે. તમને જાણીને હેરાની થશે કે ક્રિસ્ટિના લગભગ 23 વર્ષની ઉંમરમાં 11 બાળકોની માતા બની ગઇ હતી અને તે 105 બાળકોની માતા બનવા ઇચ્છે છે. ક્રિસ્ટિનાને બાળકો સાથે ઘણો લગાવ છે આ માટે તેણે લગભગ 6 વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યો હતો અને તે બાદ તેણે બીજા બાળકો સરોગેસીની મદદથી કર્યા અને તેણે આગળ પણ આ સેરોગેસીને જારી રાખી.

ક્રિસ્ટિના અનુસાર, હજી તેણે એ નક્કી કર્યુ નથી કે તે 105 બાળક જ કરશે કે તે 11 બાળકોથી વધારે બાળકો ઇચ્છે છે. ક્રિસ્ટિનાએ જણાવ્યુ કે, તે બાતુમી શહેરમાં રહે છે અને અહીં પર તે ક્લીનિક બનેલ છે જેમાં તે સરોગસી માટે જાણિતી છે અને ત્યાં તેના માટે સરોગેટ મહિલાઓનું પસંદ કરવામાં આવે છે. ક્રિસ્ટિનાએ જણાવ્યુ કે, આ પૂરી પ્રક્રિયાની જવાબદારી ક્લીનિકની હોય છે. જાણકારી અનુસાર, 23 વર્ષની ક્રિસ્ટિનાએ એક કરોડપતિ બિઝનેસમેન જેનું નામ ગાલિપ છે તેના સાથે લગ્ન કર્યા છે. ગાલિપની ઉંમર 56 વર્ષ છે.

ગાલિપ ક્રિસ્ટિનાની બધી ખ્વાહિશ પૂરી કરવા ઇચ્છે છે અને આ માટે ગાલિપે 11થી વધુ બાળકો કરવાની વાત માની. ગાલિપનું કહેવુ છે કે, તેમની પાસે પૈસાની કમી નથી. આ માટે ક્રિસ્ટિના જેટલા બાળકો ઇચ્છે તેટલા બાળકો સરોગેસીની મદદથી મેળવી શકે છે. જાણકારી અનુસાર આ કપલે જયારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કહ્યુ હતુ કે તે 105 બાળકોના માતા-પિતા બનવાની ઇચ્છા છે તો બધા લોકો હેરાન રહી ગયા હતા.

આ લગભગ વર્ષ 2020ની વાત છે, છેલ્લા 10 મહિનામાં ક્રિસ્ટીનાએ સરોગસીની મદદથી 10 બાળકોને જન્મ આપ્યો છે. આ દંપતીને માર્ચ 2020માં સરોગસી દ્વારા પ્રથમ બાળક અને જાન્યુઆરી 2021માં 10મું બાળક થયું. આ દંપતી શક્ય તેટલા વધુ બાળકો મેળવવા માંગે છે, તેથી તેઓએ સરોગસીનો માર્ગ અપનાવ્યો છે. ક્રિસ્ટીના કહે છે કે “અમે 105 બાળકો પેદા કરવા માંગીએ છીએ પરંતુ અમને ખબર નથી કે અમે કેટલા બાળકો પેદા કરી શકીશું પરંતુ અમે તેના પર અટકીશું નહીં”.

બાળકોની સંભાળ રાખવા માટે, દંપતિએ એક આયા એટલે કે નૈની રાખી છે, જે બાળકોની ઊંઘ, જાગવાની અને તેમના ખોરાક સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખે છે. દંપતી સરોગસી માટે અને બાળક માટે લગભગ 7 લાખ રૂપિયા ખર્ચે છે. તમને જણાવી દઈએ કે બાળકને જન્મ આપનારી મહિલાને સરોગેટ મધર કહેવામાં આવે છે.

ક્રિસ્ટીના ખૂબ જ જવાબદાર માતા છે. તેણે જણાવ્યું કે તેના તમામ બાળકો રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સૂઈ જાય છે. આ બાળકોની સંભાળ માટે આયા પણ રાખવામાં આવી છે, જે બાળકોની દરેક વિગતો રેકોર્ડ કરે છે. ક્રિસ્ટીનાએ અત્યાર સુધી પોતાના ગર્ભમાંથી માત્ર એક જ બાળકને જન્મ આપ્યો છે. સિંગલ મધર ક્રિસ્ટીના વેકેશન પર ગઈ હતી જ્યાં તે મેટ ગાલિપને મળી હતી. બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા.

ક્રિસ્ટીનાના પતિએ જણાવ્યું કે તેમનો પ્રેમ પહેલી નજરનો હતો. ક્રિસ્ટીનાને જોઈને તેને સમજાયું કે આ તેની પત્ની બની શકે છે. આ પછી, તેણે બાળકોના સ્વાગત માટે સરોગેટ માતાની શોધ શરૂ કરી. સરોગસી પહેલા તે મહિલા સાથે સારી રીતે વાત કરે છે. તેઓ માને છે કે બાળક ગર્ભમાં પણ ઘણું શીખે છે. આવી સ્થિતિમાં, સરોગેટ માતામાં કંઈક વિશેષતા હોવી જોઈએ જે બાળકમાં પાછળથી આવે છે.

Shah Jina