‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીએ સાડીમાં કર્યો ધાંસૂ ડાંસ, વીડિયો જોઇ લોકો બોલ્યા- ઉફ ગોર્જિયસ

એક્ટિંગ સાથે સાથે ધમાકેદાર ડાંસ પણ કરી લે છે ટીવીની ‘અનુપમા’, સાડી પહેરી કર્યો બરસો રે મેઘા મેઘા પર ડાંસ- જુઓ વીડિયો

ટીવીની લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આ શો સાથે શરૂઆતથી જોડાયેલી છે, આ શોથી તેની લોકપ્રિયતા પણ સાતમા આસમાને છે. રૂપાલી ગાંગુલીએ પોતાના અભિનયથી ઘરે ઘરે ઓળખ મેળવી છે. ‘અનુપમા’ લાંબા સમયથી TRP લિસ્ટમાં સૌથી આગળ છે.

આ સિરિયલમાં અનુપમાનું પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલી અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ મસ્તીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં રૂપાલી યલો સાડીમાં જોવા મળી રહી છે. તે ઐશ્વર્યા રાય બચ્ચન ફેમસ ગીત ‘બરસો રે મેઘા’ પર ડાન્સ કરી રહી છે.

રૂપાલી ગાંગુલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોને ચાહકો જોરદાર લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘ઓહ, તમે જેટલા સુંદર છો, તમારો ડાન્સ પણ એટલો જ સુંદર છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘સવારે તમને જોઈને મારો દિવસ બની ગયો મેડમ’. બીજા એક યુઝરે લખ્યું કે, ‘તમને જોઈને મને રાહત થઈ’.

જણાવી દઇએ કે, ટીવી શો ‘અનુપમા’એ રૂપાલી ગાંગુલીને ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી બનાવી દીધી છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’નું પાત્ર ભજવી રહી છે, જે પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતી છે. વર્ષ 2020થી આ શો ટીઆરપીમાં સતત નંબર વન રહ્યો છે. આ શો માટે રૂપાલી ગાંગુલીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina