લે બોલો પરણેલી વહુ હવે કોની જોડે બીજી વાર લગ્ન કરશે? જાણો
ટીવીની છોટી બહુ રૂબીના દિલૈક બિગબોસ 14ની વિનર બની ચૂકી છે. તે કયારેક તેની પાર્ટી, કયારેક તેના નિવેદન અને હવે તે બિગબોસ જીત્યા બાદ સતત ચર્ચામાં છવાયેલી છે. આ ઉપરાંત તે બિગબોસના ઘરમાં અનેકવાર તેના બીજા લગ્નને લઇને ચર્ચામાં રહેતી હતી. તો હવે તે ઘરેથી બહાર આવ્યા બાદ બીજીવાર લગ્ન કરશે નહિ ?
જો રૂબીના દિલૈક બીજીવાર લગ્ન કરે છે તો તો તમે જાણવા ઇચ્છો છો કે આ વખતે તેનો દુલ્હો કોણ હશે ?
રૂબીના દિલૈક બિગબોસ 14ની ટ્રોફી સાથે સાથે 36 લાખ રૂપિયા પણ જીતી છે. શો જીત્યા બાદ રૂબીના દિલૈક સાતમા આસમાને છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં રૂબીનાએ તેના બીજા લગ્નને લઇને ખુલાસો કર્યો હતો. તમને જણાવી દઇએ કે, રૂબીના બીજા લગ્ન તેના પતિ અભિનવ શુકલા સાથે જ કરશે.
બિગબોસમાંથી બહાર આવ્યા બાદ તેણે તેના લગ્નને લઇને વાત કરી હતી. રૂબીનાએ જણાવ્યુ કે તેના મગજમાં એક ડેસ્ટિનેશન વેડિંગ છે. તેણે કહ્યુ, અભિનવના સપોર્ટે મને મજબૂત બનાવી. જ્યારે મેં શો જીત્યો તો તેમણે મને શુભકામના આપી. મને ગળે લગાવી અને કિસ પણ કરી. મારા માટે તેમનું ત્યાં ઊભુ રહેવું ખૂબ જ સુખદ હતું.
તેણે હસતા હસતા જણાવ્યુ કે, હવે હું ડેસ્ટિનેશન વેડિંગ માટે વિચારી રહી છું. અમે બીજીવાર જરૂર લગ્ન કરીશું અને શોમાં અમે એકબીજાનો જીવનભર સાથ નિભાવવા માટે વચન આપ્યુ છે.
રૂબિના અને અભિનવનો બિગબોસમાં જવાનો મુખ્ય હેતુનો બંનેએ શો પહેલા અને શો દરમિયાન ખુલાસો કર્યો હતો. બંને તલાક લેવાના હતા. પરંતુ કાનૂન અનુસાર, 6 મહિનાનો સમય તલાક પહેલા સાથે વીતાવવો પડે છે. તે જ માટે બંને એકબીજાન જાણવા બિગબોસના ઘરે આવ્યા હતા.
અભિનેત્રીનું કહેવું હતુ કે, તેમનો સંબંધ દમ તોડી રહ્યો હતો. તેમાં કોઇ જાન બચી હતી નહિ. ત્યારં બંનેએ બિગબોસમાં જવાનો નિર્ણય કર્યો હતો. તેમને એકબીજાને જાણવાનો બીજી વાર અવસર મળ્યો. બિગબોસના ઘરમાં 143 દિવસના સફરમાં તેમને ખબર પડી કે તેઓ અલગ થઇ રહ્યા નથી.
તમને જણાવી દઇએ કે, રૂબીના દિલૈક અને અભિનવ શુકલાએ 8 વર્ષ ડેટિંગ બાદ વર્ષ 2018માં ધામધૂમથી લગ્ન કર્યા હતા.
View this post on Instagram
બિગબોસ જીત્યા બાદ રૂબિનાના પતિ અભિનવે પત્નીને સરપ્રાઇઝ પાર્ટી પણ આપી હતી. આ પાર્ટીની કેટલીક તસવીરો રૂબિનાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.