“બિગબોસ 14” વિનર રૂબિના દિલૈકે ફેન્સને ગાંડા કરી દીધા, ન પહેરવાનું પહેરીને બૂમ પડાવી દીધી- જુઓ PHOTOS
ટીવી ઇન્ડસ્ટ્રીમાં જયારથી રૂબિના દિલૈક “બિગબોસ 14″ની ટ્રોફી જીતી છે, ત્યારથી તેની કિસ્મત તો જાણે કે બદલાઇ ગઇ છે. કયાં તે તેના પારિવારિક જીવનમાં સ્ટ્રગલ કરતી હતી અને કયાં હવે તે પતિ સાથે ખૂબસુરત બોન્ડિંગ શેર કરી રહી છે.
અભિનેત્રીની પર્સનલ લાઇફમાં પણ ઘણુ પોઝિટિવ થઇ ગયુ છે. તે ફિટનેસ ફ્રીક થઇ ગઇ છે. તે ઉપરાંત અભિનેત્રી સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી ચાહકોને સરપ્રાઇઝ આપતી રહે છે.
પોતાની સ્ટાઇલિશ અદાઓથી લોકોનું દિલ જીતનાર રૂબિના દિલૈકે હાલમાં જ તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે.
આ તસવીરમાં રૂબિના સ્કાય બ્લુ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે આ આઉટફિટ પહેરીને પુલમાં ઉતરતી જોવા મળી રહી છે. રૂબિનાની તસવીર પર ચાહકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેની ઘણી પ્રશંસા પણ કરી રહ્યા છે.
રૂબિનાની સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઇંગ છે. તેની કોઇ પણ તસવીર સામે આવતા વાયરલ થઇ જતી હોય છે. રૂબિનાએ તસવીર શેર કરતા કેપ્શન પણ લખ્યુ છે. તેણે લખ્યુ કે, વેકેશન માટે તરસી રહી છું, એક બીચ, અને કેટલીક તસવીરો. ટીવી અભિનેત્રીએ ઇશારો કર્યો છે કે, તેની આ તસવીર તેના પતિ અભિનવ શુકલાએ ક્લિક કરી છે.
આ તસવીર પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તેની પ્રશંસા કરતા લખ્યુ કે, “OMG હોટનેસ ઓવરલોડેડ”. ત્યાં જ બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, બોસ લેડી. એક અન્ય યુઝરે લખ્યુ કે, હોટનેસથી ફોન પણ બ્લાસ્ટ થઇ ગયો.
રૂબિનાનું નામ ટીવીની પોપ્યુલર અભિનેત્રીઓમાંનુ એક છે. ‘છોટી બહુ’ અને ‘શક્તિ : અસ્તિત્વ કે અહેસાસ કી’માં કામ કરીને અભિનેત્રી ઘરે ઘરે ફેમસ થઇ ગઇ છે. ત્યાં જ “બિગબોસ 14” વિનર બન્યા બાદ તેની પોપ્યુલારિટીમાં તો ચાર ચાંદ લાગી ગયા છે.
View this post on Instagram