ગાયને લીધે મૃત્યુ પામેલા ભાવિન પટેલ માટે હાઇકોર્ટે આટલા રૂપિયા ચૂકવવાનું કહ્યું, રકમ વાંચીને દુઃખ થશે
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ઘણો વધી રહ્યો છે અને તેને કારણે ઘણા લોકોના મોત પણ નિપજ્યા છે. ત્યારે અમદાવાદના નરોડામાં 1 ઓક્ટોબરના રોજ ગાયની અડફેટે ભાવિન પટેલ નામના વ્યક્તિનું મોત થયુ હતુ અને આ મામલે હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે મૃતકના પરિવારને વળતર ચૂકવવામાં આવે. મંગળવારના રોજ આ મામલે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી ભાવિન પટેલના વારસદારોને તાત્કાલિક વળતર ચૂકવવા જણાવ્યું હતું. કોર્પોરેશનના વકીલને કોર્ટે સવાલ પૂછ્યો હતો કે મૃતકે શું પાપ કર્યું હતું ?
તંત્ર ચૂપચાપ બેસી રહેવાને બદલે આ સમસ્યાનું સમાધાન લાવવા યોગ્ય નીતિ બનાવે.મૃતક ભાવિન પટેલના પરિવારને 5 લાખની સહાય ચૂકવવામાં આવી છે. AMCના ઇતિહાસમાં રખડતા ઢોરની અડફેટે મૃત્યુ પામેલા વ્યક્તિને કોઇ સહાય ચૂકવવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે. મૃતકના પરિવારમાં પત્ની અને બે નાની દીકરીઓ છે. બુધવાર સુધીમાં કોર્ટે કોર્પોરેશનને વળતરની રકમ ચૂકવી દેવા આદેશ કર્યો હતો અને તંત્ર દ્વારા આ રકમ ચૂકવવામાં પણ આવી છે.

ઘટનાની વિગત જણાવીએ તો, અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાવિન પટેલ જયારે બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે જ રસ્તા ઉપર રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો. જેના કારણે યુવકના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે ભાવિનને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું છે. જેના બાદ તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.

તે દરમિયાન જ હવે તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાની ખબર સામે આવી. ભાવિન પરિવારનો એક માત્ર સહારો હતો, તેના પર જ આખું ઘર નિર્ભર હતું, ત્યારે તેનું આ રીતે અચાનક નિધન થવાના કારણે પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે. ભાવિનને બે નાની દીકરીઓ પણ છે, ત્યારે પતિના મોતનો આઘાત પત્ની પણ સહન કરી શકી નથી અને તે કઈ બોલવાની સ્થિતિમાં પણ નથી. ભાવિનના પરિવાર દ્વારા જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કેસ દાખલ કરીને ત્વરિત કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે.