બે યુવક ટ્રેનમાં ઘૂસ્યા અને પછી પૂરા કોચને સળગાવી દીધો, RPFએ પોસ્ટ કર્યો વાયરલ વીડિયો, યુઝર્સ બોલ્યા- આ છે અગ્નિવીર

સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી કેન્દ્ર સરકારની યોજના અગ્નિપથ વિરૂદ્ધ દેશના ઘણા ભાગોમાં ખૂબ વિરોધ પ્રદર્શન થઇ રહ્યુ છે. અગ્નિપથ સ્કીમના વિરોધમાં તેલંગણામાં પણ ઉગ્ર પ્રદર્શન થયુ. પ્રદર્શનકારીઓએ સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ખૂબ ઉત્પાત મચાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ના માત્ર સ્ટેશનને તહસ-નહસ કર્યુ પરંતુ ટ્રેનના ડબ્બામાં પણ આગ લગાવી દીધી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છ, જેમાં પ્રદર્શનકારી ટ્રેનના ડબ્બામાં આગ લગાવતા જોવા મળી રહ્યા છે.

રેલવે પોલિસે ટ્રેનના ડબ્બામાં ઘૂસી આગ લગાવવાવાળા વ્યક્તિ પર એક્શન લીધી છે. પોતે RPFએ જણાવ્યુ કે, તે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. હજી આગળ વધુ ધરપકડ થશે. રેલવે પોલિસ અનુસાર, આ વીડિયો 17 જૂનનો છે, જે દિવસે હિંસક પ્રદર્શન થયુ હતુ. વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે એક યુવક ટ્રેનના કોચમાં ઘૂસે છે અને આગ લગાવવાની કોશિશ કરે છે. એક યુવકે સીટ પર કાગળ રાખ્યુ અને બીજાએ માચિસથી આગ લગાવવાની કોશિશ કરી.

આ દરમિયાન એક વ્યક્તિએ આનો વીડિયો પણ શૂટ કર્યો.એક બીજા વીડિયોમાં તે યુવક રેવલે સ્ટેશન પર તોડફોડ કરતો પણ જોઇ શકાય છે. તે તેના માથા પર એક દરવાજો ઉઠાવી તેને ફેંકી ટ્રેનના કાચ તોડી નાખે છે. એક જગ્યાએ તો તે પથ્થરથી તોડફોડ કરતો પણ જોઇ શકાય છે. યુવક ડંડો લઇને એસી કોચની બારીઓ પણ તોડી નાખે છે. આ વીડિયોને ટ્વીટર પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. લાખો લોકો આ વીડિયોને જોઇ અને શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

યુઝર્સે હિંસાની તીખી આલોચના કરી છે અને ઉત્પાત મચાવવાવાળા વિરૂદ્ધ એક્શનની પણ માંગ કરી છે. હાલ તો સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર તાંડવ મચાવવાવાળા યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. RPFએ ટ્વીટ કરી જણાવ્યુ કે, વીડિયોમાં જે યુવક જોવા મળી રહ્યો છે તેની ઓળખ સંતોષ અને પ્રુડવીના રૂપમાં થઇ છે. આ મામલે 60થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ વધુ ધરપકડ થશે.

Shah Jina