સ્ટેજ ઉપર વર-કન્યાની થઇ રહી હતી શાનદાર એન્ટ્રી, ત્યારે જ અચાનક જ તૂટી ગયું ઝૂલાનું દોરડું, પછી સર્જાયો અફરાતફરીનો માહોલ, જુઓ વીડિયો

ગ્રાન્ડ એન્ટ્રી સમયે જ 12 ફૂટ ઉપર જઈને વર-કન્યાનો ઝૂલો તૂટી ગયો, વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે !

લગ્નની સીઝન ધૂમધામથી ચાલી રહી છે, ચારેય બાજુ નજર કરીએ તો ઢગલાબંધ લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, મોટાભાગના લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે, અને તેના કારણે લગ્નની અંદર ખાસ આયજનો પણ કરતા હોય છે, ઘણીવાર ઘણા લોકો પોતાના લગની અંદર પોતાની એન્ટ્રીને શાનદાર બનાવવા માંગતા હોય છે, પરંતુ ઘણીવાર આ દરમિયાન દુર્ઘટનાની પણ ખબરો આવતી હોય છે.

સોશિયલ મીડિયામાં હાલ એવી જ એક દુર્ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમા એક વર-કન્યા પોતાના લગ્નની અંદર શાનદાર એન્ટ્રી કરવા માટેનું પ્લાનિંગ કરે છે અને જયારે તેમની એન્ટ્રી થાય છે ત્યારે જ મોટી દુર્ઘટના સર્જાય છે. આ ઘટનાનો વીડિયો હેરાન કરી દેનારો છે, જેને જોઈને લોકો પણ ભયના માહોલમાં છે.

આ દુર્ઘટના સર્જાઈ છે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં. વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે વર-કન્યા ગ્રાન્ડ એન્ટ્રી કરવાના ચક્કરમાં એક ઝૂલા ઉપર બેઠેલા છે. દુલ્હા-દુલ્હન ગોળ રિંગ પ્રકારના બનેલા ઝૂલામાં બેસીને એન્ટ્રી કરી રહ્યા છે ત્યારે જ ઝૂલો હવામાં જાય છે અને અચાનક બંને સ્ટેજ ઉપર જ 12 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાય છે. જો કે સારી વાત એ રહી કે વર-કન્યાને વધારે ઈજાઓ ના પહોંચી.

જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે તે જોઈને વર-કન્યાનો પરિવાર ખુબ જ ડરી ગયો હતો. જેવું જ ઝૂલાનું દોરડું ટુડયું કે તરત લગ્ન સમારંભમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.રાયપુર પોલીસ સ્ટેશન ક્ષેત્ર તેલીબંધાની એક હોટલમાં આ લગ્ન થઇ રહ્યા હતા. એક ઇવેન્ટ કંપનીને દુલ્હા દુલ્હનની આ ગ્રાન્ડ એન્ટ્રી અને લગ્ન સમારંભની જવાબદારી આપવામાં આવી હતી. શનિવારે લગ્ન દરમિયાન સ્ટેજ ઉપર આતીશબાજી ચાલી રહી હતી ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ.

વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા ઝુલામાંથી અંદર પ્રવેશ્યા અને ક્રેનની મદદથી તેમને ઉભા કરવામાં આવ્યા. આ દરમિયાન અચાનક ઝુલાનું દોરડું તૂટી ગયું. આ પછી વર-કન્યા 12 ફૂટની ઊંચાઈથી સ્ટેજ પર પડ્યા હતા. આ પછી સમારોહમાં હોબાળો થયો હતો. લોકો સ્ટેજ તરફ દોડવા લાગ્યા. જોકે, વર-કન્યા બંનેને નાની-મોટી ઈજાઓ થઈ નહોતી અને અડધા કલાક બાદ લગ્નની વિધિ પૂર્ણ થઈ હતી.

સોશિયલ મીડિયામાં ઘણી આવી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, ઘણીવાર તો એવી પણ દુર્ઘટના પણ ઘટતી હોય છે કે કોઈનો જીવ પણ ચાલ્યો જતો હોય છે, ત્યારે આજના વૈભવી લગ્નની અંદર આવા મોજ શોખ કરતા પહેલા સાવચેતી રાખવી પણ ખુબ જ જરૂરી બને છે. આ પહેલા પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.

Niraj Patel