CM આવાસની સામે જ કારનું સનરૂફ ખોલીને બહાર નીકળ્યું કપલ, ખુલ્લામાં જ કરવા લાગ્યું અશ્લીલ હરકતો, કેમેરામાં કેદ થઇ ઘટના, જુઓ વીડિયો

ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ શર્મસાર થઇ, કારનું સનરૂફ ખોલીને રસ્તા પર કપલે બીભત્સ ગંદી હરકતો કરો, વીડિયો આવી ગયો

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને લાગે કે લોકોએ લાજ શરમ નેવે મૂકી દીધી છે. ઘણા કપલ જાહેર સ્થળો પર જ રોમાન્સ કરવા લાગી જાય છે તો ઘણા લોકો ચાલુ બાઈક કે સ્કૂટી પર રોમાન્સ કરતા હોય છે. આવા ઘણા લોકોના વીડિયો તમે વાયરલ થતા પણ જોયા હશે.

પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે તેને જોઈને તમને પણ શરમ આવી જશે, કારણ કે આ વીડિયોમાં એક કપલ ચાલુ કારમાં સનરૂફ ખોલીને બહાર નીકળી રોમાન્સ કરતું નજર આવી રહ્યું છે, જેનો કોઈએ વીડિયો બનાવી લીધો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ કપલને સંભળાવી રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગોમતીનગરના લોહિયા પથ પરથી. જ્યાં ચાલતી કારનું સનરૂફ ખોલીને એક યુવક અને યુવતી વાંધાજનક કૃત્ય કરતા જોવા મળ્યા હતા. કારની પાછળ ચાલી રહેલા વ્યક્તિએ કપલની આ હરકતને કેમેરામાં કેદ કરી લીધી હતી. સોમવારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. આ વીડિયો જિયામાઉ અને સીએમ આવાસ ચૌરાહા વચ્ચેનો લાગે છે.

આ વીડિયો બનાવનાર વ્યક્તિ કેમેરાને યોગ્ય રીતે ફોકસ કરી શકતો નથી. તેથી વિડિયો ઝાંખો છે. પોલીસે હાલ આ બાબતને ગંભીરતાથી લીધી નથી. વીડિયોમાં દેખાતી કાર સફેદ સેડાન છે, જે પ્રીમિયમ કેટેગરીમાં સામેલ છે. વીડિયો જિયામાઉ નજીકનો હોવાનું જણાય છે. કારણ કે તેમાં દેખાતો ફૂટ ઓવર બ્રિજ એક જ બાજુ છે. આ સિવાય 40 કિલોમીટરની સ્પીડ લિમિટ રોડ પર મોટા અક્ષરોમાં લખેલી છે, જે જિયામાઉ પાસે જ છે. આ સ્થળથી સીએમનું નિવાસસ્થાન એક કિલોમીટર દૂર છે.

Niraj Patel