56 વર્ષના ભાગેડુ પ્રેમ પાંગરતા લફડું કરતા સુષ્મિતાના 30 વર્ષના પ્રેમીને પેટમાં દુખ્યું? કહ્યું કે હું માત્ર એટલું જ જાણું છું કે, તેણે કોઈને

14 જુલાઇ 2022ના રોજ પૂર્વ આઇપીએલ ચેરમેન લલિત મોદીએ બોલિવુડ અભિનેત્રી સુસ્મિતા સેન સાથેના રિલેશનશિપનો ખુલાસો કરતા કહ્યુ કે, તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આની જાણકારી લલિત મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થવા લાગી. પોતાના ટ્વીટ સાથે લલિત મોદીએ સુસ્મિતા સેન સાથેની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. જો કે, હવે સુસ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલે આ રિલેશન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

સુસ્મિતા સેન અને લલિત મોદી આ સમયે નવા કપલના રૂપમાં સામે આવી રહ્યા છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ડેટિંગ પર સુસ્મિતાના એક્સ બોયફ્રેન્ડ રોહમન પણ આ ડેટિંગથી ઘણા ખુશ છે. રોહમને પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ચાલો આમના માટે ખુશ રહીએ. પ્રેમ સુંદર છે. મને માત્ર એટલું જ ખબર છે કે તેણે કોઇને પસંદ કર્યો છે, જે તેને લાયક છે.આ સિવાય રોહમને તેની સ્ટોરી પર લખ્યું- જો તમને કોઈના પર હસવાથી રાહત મળે છે, તો હસો, કારણ કે તે તમે નથી જે પરેશાન છે.

એટલે કે રોહમન લલિતને તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે જોઈને દુઃખી નથી. રોહમનની આ પોસ્ટને સુસ્મિતાના લલિત મોદી સાથે ડેટિંગ કરવા પર જોવામાં આવી રહી છે. જ્યારે લલિત મોદીએ સુસ્મિતા સેન સાથે પોતાના રિલેશનશિપનો ખુલાસો ટ્વિટરના માધ્યમથી કર્યો તો ઘણા લોકોને ઝાટકો લાગ્યો. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યુ- નવી શરૂઆત. જણાવી દઈએ કે રોહમન શોલ અને સુષ્મિતા સેનનું વર્ષ 2021માં બ્રેક-અપ થયું હતું.

સુષ્મિતા સેને વર્ષ 2018માં પહેલીવાર રોહમન શૉલ સાથે તસવીરો પોસ્ટ કરી હતી, જે બાદ ફેન્સમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી હતી. આ પછી બંને ઘણી જગ્યાએ એકસાથે સ્પોટ થવા લાગ્યા. તે સમયે બંનેએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. બાદમાં ખબર પડી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંને 23 ડિસેમ્બર 2021ના રોજ અલગ થઈ ગયા હતા, જેની જાણકારી તેઓએ સોશિયલ મીડિયા પર આપી હતી. તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથેની એક તસવીર શેર કરતાં સુષ્મિતા સેને લખ્યું, ‘અમે મિત્રો તરીકે શરૂઆત કરી હતી, અમે મિત્રો જ રહ્યાં!! સંબંધ બહુ જૂનો હતો… પ્રેમ હજુ પણ છે.

Shah Jina