આ રોડને લોકો માને છે શ્રાપિત, ઉભા ઉભા પણ પડી જાય છે લોકો, ચાલુ ગાડીઓના પણ થાય છે એવા અકસ્માત કે જોઈને તમે પણ ફફડી ઉઠશો, જુઓ ફની વીડિયો

આજે જમાનો ખુબ જ આધુનિક બની ગયો છે અને લોકો હવે ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી કરતા, પરંતુ ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જેના કારણે આ બધા ઉપર પણ વિશ્વાસ કરવા મજબુર થવું પડે છે. સોશિયલ મીડિયામાં પણ એવી ઘણી ઘટનાઓના વીડિયો સામે આવતા હોય છે જેને જોઈને આવી બાબતો ઉપર વિશ્વાસ થતો હોય છે, હાલ સોશિયલ મીડિયામાં એક શ્રાપિત રોડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે સૌના હોશ ઉડાવી દીધા છે.

વીડિયોમાં દેખાતો રસ્તો ખૂબ જ રહસ્યમય છે. આ વીડિયો જોઈને એ સમજવું મુશ્કેલ છે કે આમાં શું થઈ રહ્યું છે ? અને તે કેવી રીતે થઈ શકે છે ? આ જ કારણ છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો જોઈને ઘણા લોકો દંગ રહી ગયા અને કેટલાક હસવા પણ લાગ્યા. વીડિયોમાં જે પણ રસ્તા પર દેખાય છે તે લપસવા લાગે છે.

વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કાર અચાનક રસ્તા પર સરકવા લાગે છે અને બાજુની હેન્ડ્રેલ સાથે અથડાઈ જાય છે. આ કાર રિકવર થાય તે પહેલા જ પાછળથી એક પછી એક બે વાહનો પણ તેની સાથે અથડાય છે. આવી જ બીજી કેટલીક ઘટનાઓ કેમેરામાં કેદ થઈ છે.

આ વીડિયોમાં એક બાઇક પણ આગળ રોડ પર સ્લિપ થતી જોવા મળી હતી. આ પ્રકારની ઘટના કેમ બની રહી છે તે કોઈ સમજી શકતું નથી. આટલું જ નહીં આ રોડ પર એક ટ્રક પલટી ખાઈ જતા બચાવ થયો હતો. વાહનો તો ઠીક પણ માણસો પણ રસ્તા પર પડતા જોવા મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોડ મેક્સિકો સિટી, કોલોનિયા લા કેનેડામાં સ્થિત છે. આનું કારણ એ છે કે ફ્લોર હાઇડ્રોલિક કોંક્રીટનો બનેલો છે, જે વરસાદની મોસમમાં લપસણો બનાવે છે.

આ વિડિયો લોકોને (સોશિયલ મીડિયા યુઝર્સ) ખૂબ જ ચોંકાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, થોડીક સેકન્ડના આ વીડિયોને હજારો લોકો લાઈક પણ કરી ચુક્યા છે અને કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. જો કે, આ ફની વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

Niraj Patel