ભરૂચમાં રસ્તા પર પડેલા ખાડાએ લીધી એક જ પરિવારના 3 લોકોનો જીવ, ખાડામાંથી બચવા જતા કાર સંતુલન ખોઈને સીધી ડેમમાં પડી

ચોમાસુ આવતા જ તંત્રની પોલ ખુલતી જોવા મળે છે,. ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા છે અને આવા ખાડામાં પડીને ઘણા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે, તો ઘણા લોકો ખાડામાં પડતા મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો ભરૂચમાંથી સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોના રસ્તા ઉપર પડેલા ખાડાના કારણે મોત નિપજ્યા છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા રમણપુરા ગામમાં રોડ ઉપર પડી ગયેલા ખાડાના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર લઈને જઈ રહેલા મહિલા તલાટીના પતિએએ ખાડાથી બચવાનો પ્રયાસ કરતા જ કાર સીધી ડેમના પાણીમાં ખાબકી હતી જેના કારણે પતિ સહીત કારમાં સવાર પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા.

આ ઘટનાને લઈને સમગ્ર પરિવારમાં અને ગામમાં પણ શોકનો માહોલ છે, ત્યારે બીજી તરફ રસ્તા ઉપર પડેલા ખાડાને કારણે આ અકસ્માત સર્જાતા ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ દુઃખદ અકસ્માતમાં મહિલા તલાટી, તેમના પતિ અને તેમની ચાર વર્ષના માસુમ બાળકનું મોત થયું છે. માર્ગમાં પડેલા ખાડાને બચાવવા જતા તેમની કાર સીધી જ ડેમના પાણીમાં ખાબકી હતી, જેમાં પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. ત્યારે પરિવારના આ ત્રણ સભ્યોના મોતને લઈને હવે જવાદાર કોણ તે અંગે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Niraj Patel