‘એ જ બોયફ્રેન્ડ હશે, એ જ હસબૈંડ હશે…’ ચહલ સાથે ડેટિંગ અફવાની ખબરો વચ્ચે બોલી આરજે મહવશ- શેર કર્યો વીડિયો

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી ચહલનું નામ આરજે મહવશ સાથે જોડાઈ રહ્યું છે. બંનેના કથિત અફેરની ચર્ચાઓ હેડલાઇન્સ બનાવી રહી છે. જ્યારે યુઝવેન્દ્ર અને ધનશ્રીના છૂટાછેડા થયા ત્યારે પણ આરજે મહવશે એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી, જે વાયરલ થઈ હતી. હવે ચહલ સાથેની તેની નિકટતાના અહેવાલો વચ્ચે તેની એક રીલ વાયરલ થઈ રહી છે.

મહવશની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના સંબંધોના અહેવાલોને વેગ મળ્યો છે. મહવશે એક વીડિયો શેર કર્યો જેમાં તે કહી રહી છે ‘જો કોઈ છોકરો આવશે, તો તે ફક્ત એક જ હશે… તે મારો મિત્ર હશે, તે મારો શ્રેષ્ઠ મિત્ર હશે, તે મારો બોયફ્રેન્ડ હશે, તે મારો પતિ હશે, મારા વાળો કાફી છે, તે જ બધુ છે…’. આ રીલ સાથે તેણે કેપ્શન લખ્યું છે, ‘ફક્ત એક જ હશે’.મહવશની આ પોસ્ટ પર યુઝર્સે ઘણી બધી કમેન્ટ કરી છે. મોટાભાગના યુઝર્સ યુઝવેન્દ્રનું નામ લખીને કોમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘ચહલ ભાઈ ના’? બીજાએ લખ્યું, ‘યુઝી ભાઈના ચહેરા પર મુસ્કાન આવી ગઇ હશે’. એક યુઝરે લખ્યું, ‘બધું કામચલાઉ છે, પણ ચહલ ભાઈની તમારી પોસ્ટ પરની લાઈક કાયમી છે’. એક યુઝરે લખ્યું, ‘ચહલ ભાઈ હચમચી ગયા, ધનશ્રી ચોંકી ગઈ’. ચહલના અંગત જીવનની વાત કરીએ તો, તેણે 2020 માં ધનશ્રી સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે બંને અલગ થઈ ગયા અને છૂટાછેડા લીધા. યુઝવેન્દ્ર અને મહવશના ચાહકો એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે તેઓ બંને ક્યારે તેમના સંબંધોને સત્તાવાર બનાવશે?

 

View this post on Instagram

 

A post shared by Mahvash (@rj.mahvash)

Previous Article

ગુજરાતીઓના દિલમાં રાજ કરનાર 'રમણકાકા' એવા 'પ્રલય રાવલે' દુનિયાને કહ્યુ અલવિદા, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Next Article

સિનેમા જગતે ગુમાવ્યો વધુ એક સિતારો! દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારે 87 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

error: Protected Content!