જામનગરમાં રીવાબા જાડેજાએ જીતના જશ્નમાં ભવ્ય વિજય સરઘસ સાથે રોડ શો, પતિ રવિન્દ્ર જાડેજા પણ આવ્યા નજર, જુઓ વીડિયો
ગુજરાતની જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો છે. કોરોના, મોંઘવારી, બેરાજગારી, મોરબી બ્રિજ દુર્ઘટના આ લિસ્ટ ઘણુ લાંબું હતું, પણ આ ગુજરાતની પ્રજા છે. બધા જેવું વિચારે છે એવું આ પ્રજા નથી વિચારતી. હવે ગુજરાત ચૂંટણી 2022નું પરિણામ આવી ગયુ છે અને ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બની રહી છે. ત્યારે બીજેપીના હાથે મોટી સફળતા લાગી છે.
આ વખતે ચૂંટણીમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ જામનગર નોર્થ સીટથી ઊભા હતા અને તેઓ હવે આ સીટ જીતી વિધાનસભા પહોંચી ગયા છે. રીવાબા જાડેજાએ જામનગરમાં પોતાની જીતના જશ્નમાં પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે રોડ શો કર્યો હતો. પોતાની જીતને લઇને રીવાબા જાડેજાએ કહ્યું કે ગુજરાત ભાજપની સાથે છે અને આગળ પણ રહેશે.
તેમણે કહ્યું કે જે રીતે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, પાર્ટીએ અહીં વિકાસનું મોડલ સ્થાપિત કર્યું છે. લોકો પણ ભાજપની મદદથી આ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માંગે છે. ગુજરાતની જનતા ભાજપની સાથે હતી તે સ્પષ્ટ છે અને આગળ પણ રહેશે. જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે જેમણે મને ઉમેદવાર તરીકે ઉમળકાભેર સ્વીકારી તેમણે મારા માટે કામ કર્યું અને હું તે તમામનો આભાર માનું છું.
આ માત્ર મારી જીત નથી પરંતુ આપણા બધાની જીત છે. સત્તાવાર ચૂંટણી પંચના વલણો અનુસાર, રીવાબા 30 હજારથી વધુ મતોના માર્જિનથી જીત્યા છે. ત્યારે જીતના જશ્નને લઇને તેમણે પતિ સાથે રોડ શો કર્યો હતો. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ અનુસાર મતગણતરી બાદ રિવાબા જાડેજાની તરફેણમાં 56 ટકાથી વધુ મત પડ્યા. તેમને અત્યાર સુધી 72 હજારથી વધુ વોટ મળ્યા હતા.
આમ આદમી પાર્ટીના કરશનભાઈને 29 હજાર જ્યારે કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાને 19678 મત મળ્યા હતા. રીવાબા જાડેજાએ શરૂઆતથી જ સારી લીડ બનાવી હતી. જામનગર ઉત્તર બેઠક પર તેમનો વિજય નિશ્ચિત થતાં તેમણે મતદારો અને પક્ષના કાર્યકરોનો આભાર માન્યો હતો.
#WATCH जामनगर उत्तर से भाजपा उम्मीदवार रीवाबा जडेजा ने जामनगर में अपने पति और क्रिकेटर रवींद्र जडेजा के साथ रोड शो किया।
आधिकारिक चुनाव आयोग के रुझानों के अनुसार, वह AAP उम्मीदवार करशनभाई करमूर से 50,456 मतों के अंतर से आगे चल रही हैं।#GujaratAssemblyPolls pic.twitter.com/g10q22rPTX
— ANI_HindiNews (@AHindinews) December 8, 2022