BREAKING: ફેમિલીમાં ચાલતા વિવાદને લઇ કરાયેલા સવાલ પર રિવાબાએ જામનગરમાં કહી આ વાત, જાણો

ભારતીય ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અને તેમની પત્ની રિવાબા જાડેજા વિવાદમાં આવ્યા છે. જામનગરમાં PM આવાસના લોકાર્પણ કાર્યક્રમ વખતે ધારાસભ્ય રિવાબાનું પરિવાર વિખવાદ પર નિવેદન સામે આવ્યું હતું.

તેમને આ વિખવાદ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, અહીં હું કંઈ કહેવા માંગતી નથી, અંગત મળશું ત્યારે વાત કરીશું.  હાલ જે કાર્યક્રમ છે તેના મુદ્દે જ વાત કરીએ તો સારું તેમ પણ રિવાબા જાડેજાએ જણાવ્યું હતું.

રિવાબાને આ સવાલ ગમ્યો ન હતો એટલે તેમણે કહ્યું કે આજે આપણે આ મામલે વાત કરવા માટે ભેગા થયા નથી. તમારે આ પ્રશ્નનો જવાબ જોઇતો હોય તો મારો વ્યક્તિગત સંપર્ક કરી શકો છો. રિવાબાએ કહ્યું કે મને પણ જવાબ આપતા આવડે છે પણ આ જાહેરમાં સારૂ નહીં લાગે. રિવાબાનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે આ મેટર પર રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે નિંદનીય તેમજ અશોભનીય છે. આ એકપક્ષે કહેવાયેલી વાત છે જેને હું નકારૂ છું. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.

તમને જણાવી દઈએ કે રાજકારણમાં સક્રિય હોવા છતાં રીવાબા જાડેજા એક બિઝનેસ વુમન છે અને તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ગુજરાતની ચૂંટણીમાં જામનગર ઉત્તરથી MLA છે.

YC
error: Unable To Copy Protected Content!