રીવાબા જાડેજાને ઘોડેસવારી કરતા જોઈને લોકો પણ આભા રહી ગયા, જુઓ કેવા અદભુત અંદાજમાં રજપૂતાણીએ કરી ઘોડેસવારી !!

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પોતાના ફાર્મ હાઉસમાં કરી ઘોડેસવારી, જુઓ વીડિયો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં આપેલા શાનદાર પ્રદર્શનના કારણે દેશમાં જ નહિ દુનિયામાં પણ મોટું નામ કર્યું છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના પરિવાર વિશે પણ ઘણા લોકો જાણે છે. તેમના પત્ની રીવાબા જાડેજા પણ એક મોટું નામ ધરાવે છે.

આપણે બધા જ જાણીએ છીએ કે રવિન્દ્ર જાડેજાને ઘોડાનો ખુબ જ શોખ છે અને તે પોતાના ફાર્મ હાઉસમાં ઘોડા રાખે છે. તેમના સોશિયલ મીડિયામાં પણ તેઓ ઘણીવાર ઘોડે સવારી કરતી તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે અને તેના કારણે જાડેજા ચર્ચામાં પણ રહેતા હોય છે.

પરંતુ હાલમાં રવિન્દ્ર જાડેજાની ઘોડેસવારી નહીં પરંતુ તેમના પત્ની રીવાબા જાડેજાની ઘોડેસવારી ચર્ચામાં આવી છે. રીવાબાએ તેમના ફાર્મ હાઉસમાં ઘોડેસવારીનો આનંદ માણયો હતો, જેનો વીડિયો પણ તેમને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

રીવાબાની આ ઘોડેસવારીને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ઘોડેસવારી કરતા રીવાબામાં એક અસલ રાજપૂતાણીના દર્શન થતા જોવા મળી રહ્યા છે. રીવાબાને પણ ઘોડે સવારીનો ખુબ જ શોખ છે, તેમને આ વખતે ઘોડેસવારી કરતો વીડિયો તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં પણ શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા UPSCની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે.

રીવાબા પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. રવિન્દ્રના પત્ની રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે.

પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી. રીવાબા જાડેજાના જીવન વિશે વાત કરીએ તો તે રાજકારણ સાથે સંકળાયેલા છે.

તે પણ ગુજરાતમાં ખુબ જ નામના ધરાવે છે, આ ઉપરાંત તેઓ સામાજિક સેવામાં પણ ખુબ જ અગ્રેસર છે, પોતાના સેવાકીય કાર્યોની ઝલક પણ તેઓ તેમના સોશિયલ મીડિયામાં વખતો વખત શેર કરતા રહે છે.

રવિન્દ્ર જાડેજાનું ફામ હાઉસ પણ ખુબ જ વિશાળ છે અને જયારે તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં કોઈ ટુર્નામેન્ટ બાદ રજાઓનો સમય મળે છે ત્યારે તે પોતાના ફાર્મ હાઉસ ઉપર આવી અને સમય વિતાવતા હોય છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાના વીર નામના ઘોડાનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું. જેની જાણકારી જાડેજાએ સોશિયલ મીડિયામાં ખુબ જ ભાવુક પોસ્ટ કરીને આપી હતી. જાડેજાએ વીર નામના ઘોડા સાથેની ઘણી બધી તસવીરો શેર કરી અને પોતાની ભાવુક પોસ્ટની અંદર લખ્યું હતું કે,

“બધી જ સુંદર યાદોને જે આપણે એકસાથે શેર કરી હતી. તે બધાને હું સાચવીને રાખીશ અને એને ક્યારેય નહીં ભૂલું. મારા પ્રેમાળ “વીર” તું મારા મનગમતામાંથી એક હશે. તમે સારી રીતે આરામ કરો.”

Niraj Patel