રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ મહેકાવી માનવતા, વાવાઝોડાથી અસરગ્રસ્ત પરિવારનોને આપશે આ વસ્તુ, વીડિયો પણ પોસ્ટ કર્યો

તાઉ તે વાવાઝોડાના કારણે આખું ગુજરાત હકમ્ચી ગયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામોમાં ભારે નુકશાન થયું છે. ખેડૂતોના પાક અને આંબાવાડિયા પણ નષ્ટ થઇ ગયા છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા 1 હજાર કરોડના રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે વાવાઝોડાથી અસર પામેલા લોકો માટે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ સામે આવ્યા છે.

રિવાબાએ વાવાઝોડાથી અસર પામેલા 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી છે. અને જેમાંથી 200 પરિવારને રાશન કીટ આપી પણ દેવામાં આવી છે સાથી જ  બીજા પરિવારોમાં રાશન કીટનું વિતરણ પણ ચાલુ જ છે.

રીવાબાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોની અંદર તે લોકોને વાવાઝોડા અને કોરોનાથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે સાથે જ તે વાવઝોડાથી અસર પામલે 600 પરિવારોને મદદ કરવાની પણ વાત જણાવી રહ્યા છે.

રીવાબા આ વીડિયોની અંદર એમ કહેતા પણ દેખાઈ રહ્યા છે કે, “હું મારા માધ્યમથી 600 પરિવાર એવા છે કે, રોજ બરોજનું કમાયને ગુજરાન ચલાવે છે. તેમના માટે એક મહિનો ચાલે તેવી રાશનની કીટ તૈયાર કરીને તેમનું વિતરણ હું કરાવું છું. 600 પરિવાર કે જે આ મહામારીમાં ક્યાંકને ક્યાંર અસર પામ્યો છે. આવા પરિવારને હું મારા તરફથી બને તેટલી સહાય કરવા જઈ રહી છું.”

આ ઉપરાંત રીવાબા જણાવે છે કે, “આ પરિસ્થિતિમાં ઘણા એવા પરિવારો છે કે તેઓ રોજ-બરોજનું કમાયને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં તેમના માટે આ શક્ય બનતું નથી. આ લોકોનું ગુજરાન ચલાવી શકાય તેના માટે આપણા તરફથી નાનામાં નાનો સહયોગ પણ મહત્વનો સાબિત થશે.”

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલા રીવાબાના આ વીડિયોને જોઈને લોકો તેમની પ્રસંશા કરી રહ્યા છે. આ મહામારીના સમયમાં રીવાબા દ્વારા કરવામાં આવેલું આ ખુબ જ ઉમદા કામ કેટલાય પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહેશે. જુઓ વીડિયોમાં રીવાબા શું કહે છે.

Niraj Patel