ખબર

ભારતના ઋષિ ઉપર આવી ગયું અમેરિકાના ડેનનું દિલ, 7 વર્ષથી રહ્યા સંબંધોમાં અને આખરે કરી લીધા લગ્ન.. જુઓ શાનદાર તસવીરો

ઉત્તરાયણના પર્વ બાદ હવે લગ્નની સીઝન પૂર બહારમાં ખુલી ઉઠી છે, ત્યારે લગ્નને લઈને ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે. ઘણા લગ્નની તસવીરો જોઈને આપણે પણ હેરાન રહી જઈએ છીએ, ત્યારે હવે જ્યારે સમલૈંગિક સંબંધોને મંજૂરી મળી ગઈ છે ત્યારે એવી ઘટનાઓ પણ સામે આવે છે જેમાં સમલૈંગિક લોકો એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાય છે. (તસવીરો: સોસીયલ મીડિયા)

હાલ એવા જ એક લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં એક વિદેશી યુવક સાથે ભારતીય યુવક લગ્નના બંધનમાં બંધાતો જોવા મળી રહ્યો છે. આ લગ્નની ઘણી બધી તસવીરો સામે આવી છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા જોવા મળી રહ્યા છે.

સામે આવેલી તસ્વીરોમાં બંનેનો અખૂટ પ્રેમ પણ જોવા મળી રહ્યો છે. ન્યુયોર્કના કાર્નેગી હોલમાં આ કપલના શાનદાર લગ્ન યોજાયા હતા. જેમાં કપલ તરીકે ભારતીય ઋષિ માગિયા અને વિદેશી ડેનિયલ પ્લાટના આ શાનદાર લગ્ન બહુસાંસ્કૃતિક પ્રેમ અને રંગ સાથે ખુશીઓનો પણ સંગમ હતો.

આ બંનેની મુલાકાત પણ ખુબ જ રોચક રીતે થઇ. દેશના અલગ અલગ ક્ષેત્રોની અંદર વધતા ઇન્સ્ટાગ્રામ શોપિંગના ક્રિએટિવ પ્રોડક્ટ લીડ ઋષિ અને રોકુમા ક્લાઈન્ટ સર્વિસેજ મેનેજર ડેન ન્યુ યોર્કમાં રહેતા કેટલાક અંગત મિત્રો સાથે સફર ખેડી.  ડેન હંમેશા ઋષિ પ્રત્યે આકર્ષિત થતો હતો અને અંતે પોતાની ભાવનાઓને સ્વીકાર કરવા માટે એક મિત્રના જન્મદિવસની પાર્ટીમાં તેને પ્રપોઝ કરવાનું  નક્કી કર્યું.

રાત્રે પાર્ટીમાં ખુબ જ મસ્તી મજાક કર્યા બાદ ઋષિને આશ્ચર્ય થયું કે ડેને પોતાનું વચન નિભાવવા રાત્રે જમવા માટે બહાર જવાનું કહ્યું. જીવનભરનો સંબંધને આગળ વધારવા માટે તેમને અપર ઇસ્ટ સાઈડ ઉપર 3 કલાક લાંબુ ડિનર કર્યું. બંને આ રીતે 7 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા અને છેલ્લે તેમને આગળ વધવાનું વિચાર્યું.

ઋષિએ ડેન સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો અને આખરે ડેને પણ તેના પ્રસ્તાવને સ્વીકાર્યો અને બંને લગ્નના બંધનમાં બંધાયા. તેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે, જેમાં બંને બ્લેક રંગની શેરવાની પહેરીને ઉભા છે અને એક તસ્વીરમાં ડેન ઋષિના માથા ઉપર ચુંબન પણ કરી રહ્યો છે.