ટી-20 વર્લ્ડકપના પ્રોમોમાં છવાઇ ગયો રિષભ પંત ! સુપરહિરો જેવો અવતાર જોઇ ચાહકોએ લઇ લીધી મજા- જુઓ વીડિયો

આ વર્ષે થવાવાળા ટી-20 વર્લ્ડ કપ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પૂરી રીતે તૈયાર નજર આવી રહ્યુ છે. આ સાથે બાકીની ટીમોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક વ્યક્તિ પોતાના ખેલાડીઓને અજમાવવા અને પરફેક્ટ પ્લેઇંગ-11 બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો તેમાં ઘણા એવા ખેલાડીઓ છે, જેમનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તેમાંથી એક છે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત. તેને તો ICCએ પણ માન્યો છે અને પહેલાથી જ ICC પોતાની શૈલીમાં ઋષભ પંતનું વર્લ્ડ કપ માટે ગ્રાન્ડ વેલકમ કરી ચૂક્યું છે.

આઈસીસીએ રિષભ પંતનું શાનદાર સ્વાગત કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બિગ ટાઇમ માટે રિષભ પંતનું સ્વાગત છે.’ ICCએ પોતાના વીડિયોમાં બિગ ટાઈમ સાથે રિષભ પંતને મોટા કદમાં બતાવ્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો, જેને ચાહકોએ પણ પસંદ કર્યો. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડને લઈને ICCએ ઇન્સ્ટાગ્રામ પર એક પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં ભારતના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત સહિત વિશ્વના ઘણા મજબૂત ખેલાડીઓ બતાવવામાં આવ્યા છે. આ વિડીયો રીલીઝ થયા બાદથી રિષભ પંત ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે પરંતુ કેટલાક ફેન્સ એવા છે જેઓ પંતને આ વિડીયોમાં જોયા બાદ ટ્રોલ કરી રહ્યા છે. આઈસીસીએ રવિવારે ઈન્સ્ટાગ્રામ પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો. ઘણા ચાહકોને આ પ્રોમો ખૂબ જ પસંદ આવ્યો પરંતુ કેટલાક ચાહકો એવા પણ છે જેમણે પંતને માત્ર ભારતીય T20 વર્લ્ડ કપ ટીમમાં તેના સ્થાન વિશે જ સવાલ ઉઠાવ્યા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

વીડિયોમાં રિષભ પંતને હોલિવૂડ ફિલ્મ ‘ગોડઝિલા’ની જેમ સમુદ્રમાંથી બહાર નીકળતો બતાવવામાં આવ્યો છે. પંતની આ સ્ટાઇલ ચાહકોને પણ ઘણી પસંદ આવી રહી છે. આ બધું ઈમોશન ગ્રાફિક્સ દ્વારા થયું. તમે વીડિયોમાં જે પંતને જુઓ છો તે સાચો પંત નથી. સમુદ્ર છોડ્યા બાદ રિષભ પંતને હાથમાં બેટ લઈને મેચ રમવા જતો બતાવવામાં આવ્યો છે. તેની આસપાસ હેલિકોપ્ટર પણ ઉડતા દર્શાવવામાં આવ્યા હતા. વીડિયોમાં રિષભ પંત સંપૂર્ણ રીતે બેટિંગ કીટમાં સજ્જ ભારતીય જર્સીમાં જોવા મળે છે.

Shah Jina