અનંત-રાધિકાની કોકટેલ નાઇટમાં ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાના કપડાં ફાટ્યા, જુઓ તસવીર

ચારેકોર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ચર્ચા છે. આ ત્રણ દિવસીય બિગ બેશમાં માત્ર ભારતીયો જ નહી પરંતુ વિદેશની મોટી હસ્તીઓ પણ હાજરી આપવા ગુજરાતના જામનગર પહોંચી છે.

જામનગરમાં યોજાનાર આ સેલિબ્રેશન માટે અંબાણી પરિવારે ખાસ તૈયારીઓ પણ કરી છે. ત્યારે પહેલા દિવસે કોકટેલ નાઇટમાં સમગ્ર અંબાણી પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને

ચેરપર્સન નીતા અંબાણી, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતા સહિત ઈવાન્કા ટ્રમ્પ, મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ જેવી વૈશ્વિક હસ્તીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ ગઈકાલે એટલે કે 1 માર્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં તેના પરફોર્મન્સથી તમામ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે પોતાના ઘણા પ્રખ્યાત ગીતો સાથે ધૂમ મચાવી દીધી. કાર્યક્રમમાં તેણે અંબાણી પરિવાર પર ઘણો પ્રેમ વરસાવ્યો અને તેમની સાથે સ્ટેજ પણ શેર કર્યો.

 

View this post on Instagram

 

A post shared by badgalriri (@badgalriri)

ગઈકાલે પૉપ સિંગર રિહાનાએ રંગ જમાવી દીધો. ગઈકાલની રાત તેને યાદગાર બનાવી દીધી. અંબાણી પરિવાર સાથે આ પ્રસંગમાં રહેલા મહેમાનો પણ રિહાનાના તાલ પર ઝુમતા જોવા મળ્યા. અંબાણીના પ્રસંગમાં પર્ફોમન્સ આપ્યા બાદ રિહાના પોતાના દેશમાં પરત જવા માટે પણ નીકળી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by badgalriri (@badgalriri)

ઇન્ટરનેશનલ પોપ સિંગર વહેલી સવારે એરપોર્ટ પર સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન રિહાના શકાય બ્લુ રંગના દુપટ્ટા સાથે ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. તેણે કાળા જૂતા પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by badgalriri (@badgalriri)

રિહાના પાસે એક પેઇન્ટિંગ પણ હતું જેના પર “થેક્સ” લખેલું હતું. રિહાના ખૂબ જ ખુશ દેખાતી હતી. તેને જામનગર એરપોર્ટથી નીકળતા પહેલા પેપ્સ માટે ઘણા બધા પોઝ પણ આપ્યા હતા.  આ સમય દરમિયાન દરેકની નજર રિહાના પર ટકેલી હતી અને દરેક તેની સાથે એક તસવીર ક્લિક કરવા માટે બેતાબ હતા.

 

View this post on Instagram

 

A post shared by badgalriri (@badgalriri)

એટલું જ નહિ, રિહાનાએ એરપોર્ટ પર પોલીસકર્મીઓ સાથે પણ ફોટો ક્લિક કરાવ્યા હતા. ઇન્ટરનેશનલ સ્ટારની આ હરકતો દરેકના દિલ જીતી રહી છે. રિહાનાએ અનંત-રાધિકાના ગ્રાન્ડ પ્રિકસ વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેણીએ કહ્યું, “આ શો શ્રેષ્ઠ હતો. મેં આઠ વર્ષમાં કોઈ વાસ્તવિક શો કર્યો નથી. હું વધુ શો માટે ટૂંક સમયમાં ભારત આવવા માંગુ છું.”

 

View this post on Instagram

 

A post shared by badgalriri (@badgalriri)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. બધાની નજર બંનેના પ્રી-વેડિંગ સેલિબ્રેશન પર ટકેલી છે. આ સેલિબ્રેશનમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ અને બોલિવુડ-હોલિવુડ સેલિબ્રિટીઓ ગુજરાતના જામનગર પહોંચ્યા છે. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ બેશના પ્રથમ દિવસની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

જો કે, પ્રથમ દિવસે ઉજવણીનું મુખ્ય આકર્ષણ હતી હોલીવુડ સિંગર અને પોપ સ્ટાર રીહાના. તેણે પોતાના શાનદાર અને અદ્ભૂત પરફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. જ્યારથી રીહાના ભારત આવી છે ત્યારથી તે લાઈમલાઈટમાં છે. તેને ભારતમાં પહેલીવાર જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. જણાવી દઇએ કે, રિહાનાએ ભારતમાં તેનું પહેલુ પરફોર્મન્સ આપ્યુ છે. જો કે, આ સમયે રિહાના એક અન્ય કારણે ચર્ચામાં છે.

એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં રિહાનાનો ડ્રેસ પરફોર્મન્સ દરમિયાન ફાટેલો જોઇ શકાય છે. રિહાનાને વોર્ડકોબ માલફંક્શનનો સામનો કરવો પડ્યો. જો કે, અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનના પહેલા દિવસે યોજાયેલ કોકટેલ નાઇટને ખૂબ જ ખાસ બનાવવા રિહાનાએ કોઇ જ કસર છોડી નહોતી. રિહાનાના લુકની વાત કરીએ તો, તેણે નિયોન-ગ્રીન ચમકદાર સી-થ્રુ ડ્રેસ સાથે રેડ કેપ પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina