RTOમાં ટેસ્ટ આપવા દરમિયાન રીક્ષા ચલાકે બતાવ્યા એવા એવા સ્ટન્ટ, કે ટેસ્ટ લેનાર અધિકારી પણ માથું ખંજોળવા લાગ્યા

આ વીડિયો જોવાનું ચૂકશો નહિ: સેલેબ્રીટીની જેમ RTOમાં ટેસ્ટ આપવા આવેલા આ રીક્ષાવાળાના લોકો પાડવા લાગ્યા ફોટો,અધિકારીઓ પણ જોતા જ રહી ગયા..

કોઈપણ વાહન ચલાવવા માટે લાયસન્સ લેવું ખુબ જ જરૂરી હોય છે અને તેના માટે આપણે આરટીઓ ઓફિસમાં જવું પડ્યું છે. જ્યાં વિવિધ ટેસ્ટ પાસ કર્યા બાદ જ તમને લાયસન્સ મળે છે. આરટીઓમાં સૌથી મુશ્કેલ ડ્રાઈવિંગ ટેસ્ટ હોય છે. જે ઘણા લોકો પાસ નથી કરી શકતા, પરંતુ મીડિયામાં એક વીડિયો એવો વાયરલ થઇ રહ્યો છે જેમાં રીક્ષા ડ્રાઈવરે અધિકારીઓને પણ માથું ખંજોળતા કરી દીધા હતા.

સોશિયલ મીડિયામાં આ ટેસ્ટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક રક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને આરટીઓમાં ટેસ્ટ માટે આવે છે, ત્યાં તેને અધિકારી જે રીતે કહે છે એ રીતે ટેસ્ટ આપવા લાગે છે, પરંતુ દરેક ટેસ્ટમાં તે અલગ અલગ સ્ટન્ટ કરીને અધિકારીઓને પણ ચોંકાવી દે છે. આ ઉપરાંત ત્યાં હાજર લોકો પણ તેના આ સ્ટન્ટ જોઈને હેરાન રહી જાય છે.

જયારે આરટીઓ ઓફિસર તેને રીક્ષા રિવર્સ લેવાનું કહે છે ત્યારે તે વ્યક્તિ રિક્ષાને એવી રીતે રિવર્સ કરે છે કે જોઈને ત્યાં ઉભેલા બધા જ લોકોની આંખો પહોળી થઇ જાય છે. આ રીક્ષા ચાલક રિક્ષાને ખુબ દૂર સુધી રીવર્સમાં લઈને જાય છે. જે ગ્રાઉન્ડમાં ટેસ્ટ ચાલી રહ્યો હોય છે તેનાથી પણ બહાર નીકળી મેઈન રોડ ઉપર એક પુલ તે રીવર્સમાં જ પસાર કરે છે અને પાછો રીવર્સમાં જ રક્ષા લઈને તે મેદાનમાં આવી પહોંચે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની હજુ કોઈ પાક્કી માહિતી નથી મળી રહી. છતાં પણ વીડિયોની અંદર મેદાનમાં જોવા મળતી ગાડીની નંબર પ્લેટ અને રીક્ષાની નંબર પ્લેટ મહારાષ્ટ્ર પાર્સીંગની દેખાઈ રહી છે. જેના દ્વારા અનુમાન લગાવી શકાય કે આ વીડિયો મહારાષ્ટ્રનો હશે.

Niraj Patel