આ ઇલેક્ટ્રિક બાઈકની ભરપૂર માંગના કારણે ફરીવાર શરૂ થયું બુકીંગ, ગુજરાતમાં કિંમત છે 28 હજાર ઓછી, આજે જ લેવા દોડશો

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાખી છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાતો પણ મોંઘી બની ગઈ છે, ત્યારે હવે ઘણા લોકો ઇલેક્ટ્રીક વાહન તરફ પણ વળ્યાં છે અને હવે બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની પણ માંગ વધી ગઈ છે. ત્યારે ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઈક ચલાવનારા માટે ખુશ ખબરી આવી છે.

Revolt Motors દ્વારા હાલમાં જ RV400નું બુકીંગ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. જેને થોડા સમય પહેલા ખુબ જ મોટો રિસ્પોન્સ મળ્યો હતો. આ કંપનીની બાઈકની બધી જ બાઈક્સ માત્ર બે કલાકમાં વેચાઈ ગઈ હતી. જેના કારણે કંપનીએ બુકીંગ રોકી દીધું હતું.

હવે Revolt Motors દ્વારા ફરીથી આ બાઈકનું બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. Revolt Motors ના ભાવમાં પણ હવે ધરખમ 28000 રૂપિયાનો ઘટાડો પણ કરી દેવામાં આવ્યો છે જેના કારણે તેનો ક્રેઝ પણ ખુબ જ વધી ગયો છે.

જો તમે પણ RV400ને ખરીદવા ઈચ્છો છો અને તમે પહેલા રાઉન્ડમાં બાઈકનું બુકીંગ નથી કરાવી શક્યા તો તમારા માટે આ સુવર્ણ અવસર છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 જુલાઈ બપોરે 12 વાગ્યા પછી આ બાઈકનું બુકીંગ ફરી શરૂ કરવામાં આવશે.

આ બાઈક ફાટક 6 શહેરમાં જ વેચાણ માટે ઉપલબ્ધ હશે. જેમાં દિલ્હી, મુંબઈ, પુણે, ચેન્નાઇ, અમદાવાદ અને હૈદરાબાદ સામેલ છે. એટલે કે જે લોકો આ શહેરોમાં રહે છે તે આ બાઈકનું બુકીંગ હવે કરાવી શકે છે. Revolt Motors દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેના પહેલા ચરણના બુકિંગમાં 50 કરોડ રૂપિયાની બાઈક વેચી છે.

જે ખુશ કિસ્મત લોકોનું બુકીંગ સફળ રહ્યું હતું તે લોકોને RV400ની ડીલેવરી શરૂ પણ થઇ ચુકી છે. કંપની દ્વારા એ જાણકારી આપવામાં આવી છે કે આ બેચની બુકીંગ વાળી બાઈક્સની ડિલિવરી તેના હરિયાણા વાળા પ્લાન્ટથી શરૂ કરી દેવામાં આવી છે. જો ગ્રહ ઈચ્છે તો તેના બાઈકની ડિલિવરીને પણ ટ્રેક કરી શકે છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી ઇલેક્ટ્રિક વ્હીકલ માટે FAME-II અંતર્ગત સબસીડીને પણ વધારી દેવામાં આવી છે. જેનો ફાયદો કંપનીઓને કસ્ટમર્સને મળશે. Revolt RV400 ઉપર પણ તેનો ફાયદો મળવાનો છે.

કંપની દ્વારા આ બાઈકની કિંમતમાં 28,200 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના ઘટાડા બાદ તમને આ બાઈક દિલ્હીમાં 90,799 રૂપિયા છે. જેની પહેલા દિલ્હી એક્સ શોરૂમ પ્રાઈઝ 1,18, 999 રૂપિયા હતી.  ત્યારે અમદાવાદની અંદર આ બાઈક તમને 87,000 રૂપિયામાં પડશે. તેના પહેલા આ બાઈકની કિંમત અમદાવાદમાં 1.07 લાખ રૂપિયા હતી.

હાલમાં Revoltમાં સંપૂર્ણ રીતે ટચલેસ ઓનલાઇન બુકીંગ છે. ગ્રાહક કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર notify me ટેબ ઉપર ક્લિક કરીને બુકીંગ માટે રજીસ્ટ્રેશન કરી શકે છે. તમે પણ જો આ શાનદાર બાઈકનું બુકીંગ કરાવવા ઇચ્છતા હોય તો માત્ર રૂપિયા 7,999 ભરીને બુકીંગ કરાવી શકો છો.

વાત કરીએ આ શાનદાર બાઇકના ફીચર્સની તો તે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. કંપનીની એક કનેક્ટિવિટી એપ MyRevolt છે જેમાં ઘણા પ્રકારના ફીચર્સ મળે છે. જેમે કે જીયોફેન્સીંગ, કસ્ટમાઈઝડ સાઉન્ડ, બાઈક ડાયગ્નોસ્ટિક, બેટરી સ્ટેટ્સ અને રાઈડ દેતા વગેરે. આ બાઈકની અંદર ત્રણ પ્રકારના રાઇડિંગ મોડ પણ મળે છે. જેમાં ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ ઇકો મોડ.

નોર્મલ મોડની અંદર 65Kmphની રોપ સ્પીડ અને 110km કિલોમીટરની રેન્જ મળે છે. સ્પોર્ટ્સ મોડમાં 65Kmphની ટોપ સ્પીડ અને 80kmની રેન્જ મળે છે. તો ઇકો સ્પોર્ટ્સ મોડની અંદર 45Kmphની રોપ સ્પીડ અને 156kmની રેન્જ મળે છે.

આ બાઈકની બેટરીને ફૂલ ચાર્જ થવામાં માત્ર 4.5 કલાકનો સમય લાગે છે. કંપનીનું તો એમ પણ કહેવું છે કે આ બેટરી માત્ર 3 કલાકમાં 75% સુધી ચાર્જ થઇ જાય છે. તમને જણાવી દઈએ કે Revolt RV400 બાઈકની સાથે કંપની 8 વર્ષ અથવા તો 1.5 લાખ કિલોમીટરની વોરંટી આપે છે, જે દેશમાં કોઈપણ દ્વિચક્રીય વાહન માટે સૌથી વધારે છે.

Niraj Patel