ધરમ કરવા જતા ધાડ પડી, પક્ષીઓનો જીવ બચાવવા ગાડીમાંથી ઉતર્યા બે લોકો પણ પાછળથી કાળ બનીને આવી કાર, ઘટનાના લાઈવ દૃશ્યો આવ્યા સામે

દેશભરમાં રોજ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણી ઘટનાઓના વીડિયો પણ કેમેરામાં કેદ થતા હોય છે અને તેમાં ડરાવનારા દૃશ્યો જોઈને કોઈનો પણ આત્મા કંપી ઉઠતો હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક અકસ્માતનો વીડિયો લાઈવ કેમેરામાં કેદ થયો છે જેણે ચકચારી મચાવી દીધી છે.

આ ઘટના સામે આવી છે મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પરથી જ્યાં એક ટેક્સીએ બે લોકોને ટક્કર મારતાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે બાદમાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ લોકોને હમચાવી રહ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 43 વર્ષીય અમર મનીષ જરીવાલા 30 મેના રોજ બાંદ્રા-વરલી સી લિંક રોડ થઈને મલાડ જઈ રહ્યા હતા ત્યારે એક બાજ તેમની કારની નીચે આવી ગયું હતું. જરીવાલાએ તેમના ડ્રાઈવર શ્યામ સુંદર કામતને કાર રોકવા કહ્યું અને તેઓ બંને ઘાયલ પક્ષીને બચાવવા માટે નીચે ઉતર્યા.

બંને બાજને વાહનની નીચેથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલી એક કાર તેમને બચાવી રહી હતી, પરંતુ તે સમયે એક ઝડપી ટેક્સીએ તેમને ટક્કર મારી હતી. ટક્કર બાદ જરીવાલા અને કામત બંને હવામાં ઉડતા જોવા મળ્યા હતા. જરીવાલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, કામતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું પણ પછી મોત થયું.

ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે વર્લી પોલીસ સ્ટેશનની પોલીસે તેને ટક્કર મારનાર ટેક્સી ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમર મનીષ જરીવાલા પીએનસી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો હતો. તે કોઈ કામ માટે મલાડ જઈ રહ્યો હતો. અમરે મલાડ પહોંચવા માટે સી લિન્કનો રસ્તો પસંદ કર્યો હતો.

Niraj Patel