શિકાર પર ભેગા થઈને આરામથી ખાઈ રહ્યું હતું હાયનાનું ટોળું, ત્યારે જ અચાનક આવી ગયો જંગલનો રાજા, એકને તો જડબામાં દબોચ્યું અને પછી… જુઓ વીડિયો

એકતા હોય તો સિંહને પણ માત આપી શકાય… જુઓ કેવી રીતે હાયનાએ પોતાના સાથીને સિંહના જડબામાંથી છોડાવ્યો, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે…

Rescue By Hyenas After Lion Catches One : સોશિયલ મીડિયામાં જંગલ સફારીના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર શિકારની કેટલીક હેરાન કરી દેનારી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. જંગલની અંદર વાઘ, સિંહ અને ચિત્તા જેવા પ્રાણીઓ નાના પ્રાણીઓનો શિકાર કરતા હોય છે અને આ શિકારની ઘણી ઘટનાઓ પણ કેમેરામાં કેદ થઇ જતી હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સિંહ હાયનાનો શિકાર કરતો જોવા મળે છે.

સિંહે કર્યો હાયનાના ટોળા પર હુમલો :

આ ક્લિપ આફ્રિકાના જંગલની છે. જ્યાં એક વિકરાળ સિંહે હાઈનાના ટોળા પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો જોરદાર હતો કે એક હાઈના સિંહના જડબામાં ફસાઈ ગઈ. એક ક્ષણ માટે એવું લાગ્યું કે સિંહ તેને મારી નાખશે. પરંતુ હાયનાના સાથીદારોએ માહોલ બદલી નાખ્યો.  તેના મિત્રને બચાવવા માટે, તેઓએ સિંહ પર એક સાથે હુમલો કર્યો, જેના પરિણામે સિંહની હાઇના પરની પકડ નબળી પડી ગઈ અને તે મૃત્યુને સ્પર્શ કરીને પાછો આવ્યો.

એક હાયના ફસાઈ ગયું સિંહ જડબામાં :

ઑસ્ટ્રેલિયાના માર્ગોટ અને મેડી લોવે, જંગલ સફારીના બીજા દિવસે, હાયનાઓનું એક જૂથ બચેલું માંસ ખાતા જોવા મળે છે. પરંતુ અચાનક સમગ્ર વાતાવરણ બદલાઈ જાય છે. એક વિકરાળ સિંહ તેમના પર હુમલો કરે છે. હાયનાસનું આખું ટોળું વિખેરાઈ જાય છે. પરંતુ એક હાઈના સિંહના હાથે પકડાઈ જાય છે. ઉગ્ર સિંહ તેને તેના જડબામાં ખરાબ રીતે પકડી લે છે. અન્ય હાયનાઓ જ્યારે તેમના સાથીને બચાવવા સિંહ પર હુમલો કરે છે ત્યારે તે જોઈ રહ્યાં છે.

સાથીઓએ બચાવ્યો જીવ :

આ પછી, ધીમે ધીમે અન્ય હાયનાઓ પણ આવે છે અને એક પછી એક સિંહને ઘેરી લે છે અને સિંહ પર હુમલો  શરૂ કરે છે. તેનાથી સિંહની પકડ નબળી પડી જાય છે અને તેનો સાથી મુક્ત થઈ જાય છે. આ પછી આખું ટોળું ત્યાંથી નીકળી જાય છે. આફ્રિકન જંગલની આ અદ્ભુત ક્ષણ 29 ઓગસ્ટના રોજ યુટ્યુબ ચેનલ લેટેસ્ટ સાઇટિંગ્સ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. તેણે કેપ્શનમાં જણાવ્યું કે કેવી રીતે હાયનાઓના ટોળાએ તેમના સાથીને સિંહની મજબૂત પકડમાંથી છોડાવ્યો.  આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel