ખબર

રેમડેસિવિરની ખોટ વચ્ચે વધી કાળા બજારી, ઓએલએક્ક્ષ પર આટલા હજારમાં વેચાઈ રહ્યું છે એક રેમડેસિવિર ઈન્જેક્શન

કોરોનાનું સંક્ર્મણ સમગ્ર દેશની અંદર સતત વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમિત વ્યક્તિ માટે રેમડેસિવિર ઇન્જેક્શન આશીર્વાદ રૂપ સાબિત થતું હોવાનું સામે આવતા આ ઇન્જેક્શન લેવા માટે લાઈનો લાગી ગઈ છે. અને તેની કાળાબજારીના ઘણા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

ઘણા રાજ્યોમાં રેમડેસિવિરની માંગ વધવાના કારણે ખોટ પણ વર્તાઈ રહી છે, ઘણા જરૂરિયાત વાળા લોકોને આ દવા મળી પણ નથી રહી ત્યારે ઓનલાઇન સેલિંગ પ્લેટફોર્મ OLX ઉપર પણ ખુલ્લેઆમ તેની કાળાબજારી થઇ રહી છે.

કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા એન્ટીવાયરલ દવા રેમડેસિવિની શીશીઓને OLX ઉપર લોકો મોં માંગી કિંમતે વેચી રહ્યા છે. ઇન્ડિયા ટુડે ટીવીના રિપોર્ટર પ્રમાણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ઘણા OLX યુઝર્સને રેમડેસિવિરની શીશીઓ વેચવામાં આવી રહી છે. આ રાજ્યોની અંદર કોરોનાની હાલત ખુબ જ ખરાબ છે.

આ મહામારીના સમયમાં પણ લોકો એક બીજાની મદદે આવવાના બદલે કાળાબજારી કરી અને પૈસા કમાવવા માંગે છે. જે લોકોએ આ ઇન્જેક્શન ખરીદી લીધા છે તે હવે ઊંચી કિંમતે OLX ઉપર વેચી રહ્યા છે.

વેબસાઈટ ઉપર આ ઇન્જેક્શન 5થી 6 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ઇન્ડિયા ટૂડેની ટીમ દ્વારા આ ઈનકેશન OLX ઉપર સર્ચ કરવામાં આવ્યું તો ઘણી જાહેરાત જોવા મળી જે ઊંચા ભાવે આ ઈનકેશન વેચી રહ્યા હતા.

ઇન્ડિયા ટુડે પ્રમાણે મુંબઈના અંધેરીમાં એક વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જે OLX ઉપર આ ઇન્જેક્શન વેચી રહ્યો હતો. પરંતુ તેના માધ્યમથી ના મળી. ગુજરાતમાં સત્યમ નામના એક વ્યક્તિ પાસે 100 રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાની જાહેરાત હતી. જેમાં પ્રત્યેક ઇન્જેક્શન 1400 થી 1600 રૂપિયા રાખવામાં આવી હતી.

એક અધિકારીનું કહેવું છે કે હાલમાં મધ્ય પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગ થવા વાળા રેમડેસિવિર ઇન્જેક્શનને બ્લેક માર્કેટિંગમાં એક મેડિકલ શોપના મલિક અને અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે ઈનકેશનને 20000 રૂપિયામાં વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.