...
   

મહામારીમાં હોસ્પિટલ દ્વારા સસ્તા ભાવે ઇન્જેક્શન: અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં રેમડિસિવર ઇન્જેક્શન ખરીદવા માટે લોકોની ઉમટી ભારે ભીડ

એક તરફ દુનિયાભરની અંદર કોરોનાનું સંક્ર્મણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે તો બીજી તરફ લોકો કોરોનાથી બચવા માટે વિવિધ ઉપાયો શોધી રહ્યા છે, કોરોનાથી બચવા માટે રેમડિસિવર ઇન્જેક્શન ખુબ જ કારગર હોવાનું પણ સામે આવ્યું હતું.

બજારની અંદર આ ઈન્જેક્શનની કિંમત આસમાને છે ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની અંદર આ ઇન્જેક્શન ખુબ જ સસ્તા ભાવે અપાતું હોવાના કારણે લોકોની ભીડ લેવા માટે ઉમટી પડી હતી.

ઝાયડસ કેડિલા દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનને બનાવવામાં આવતું હોવાના કારણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તે સસ્તા ભાવે વેચવામાં આવે છે. બહાર આ ઈન્જેક્શનનો ભાવ 2800 રૂપિયા છે પરંતુ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તે માત્ર 899 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે જેના કારણે ઇન્જેક્શન સસ્તા ભાવે ખરીદવા માટે લોકોની હોસ્પિટલ ખાતે ભારે ભીડ જામી હતી.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આ ઇન્જેક્શન ખરીદવા માટે બે કલાકનું વેઇટિંગ છે. કારણ કે આ ઇન્જકેશન ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટમાં રેમડિસિવર ઇન્જકેશનનો જથ્થો ખૂટી જવાના કારણે હોબાળો પણ મચ્યો હતો.

ઝાયડસ કેડિલા દ્વારા 30,000 ઇન્‍જેક્શનનું દૈનિક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ 6 ઇન્‍જેક્શનની જરૂર પડતી હોવાથી દરરોજના 5,000 દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદનઝાયડસ કેડિલા દ્વારા કરવામાં આવે છે.

Niraj Patel