કોણ છે સાઈરસ મિસ્ત્રી સાથે બેસીને ગાડી ચલાવનારી મહિલા? કેવા સંબંધો હતા..જાણો સમગ્ર વિગત

ટાટા સન્સના ચેરમેન રહી ચૂકેલા સાઈરસ મિસ્ત્રીનું ગત રવિવારે કાર એક્સીડેન્ટમાં મોત થયુ છે. પોલીસના આધારે શરૂઆતની તપાસમાં સામે આવ્યું હતું કે ગાડી ખુબ ઝડપી ગતિથી ચાલી રહી હતી. કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પાછળની સીટ પર બેઠેલા સાઇરસ અને તેના કો-પેસેન્જર જહાંગીર પંડોલેની મોત ઘટના સ્થળે જ થઇ ચુકી હતી. તે સમયે સાઇરસ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા અને તેની લગ્ઝરી કાર મુંબઈના પાલઘર જિલ્લામાં એક ડિવાઈડર સાથે અથડાઈ હતી.

પાલઘર જિલ્લાના અધિક્ષક બાલાસાહેબ પાટીલે કહ્યું કે,”અકસ્માત બપોરના 3 વાગ્યે થયો હતો. આ દુર્ઘટના સૂર્યા નદીના કિનારે બનેલા પુલ પર બની હતી જેમાં સાઇરસ અને જહાંગીરની મોત થઇ છે જ્યારે સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે અને તેના પતિ ડેરિયસ પંડોલેનો જીવ બચી ગયો હતો, અને ઘટના બાદ બંનેને ગુજરાતના વાપીમાં એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે સાઇરસ અને પંડોલે પરિવાર વચ્ચે ગાઢ સંબંધ હતો. સાઈરસ તેઓની સાથે ગુજરાતના ઉદવાડામાં આવેલા પારસી મંદિરમાં પિતાના નિધનની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે પહોંચ્યા હતા, જ્યાંથી પરત આવવાના સમયે આ ગોજારો અકસ્માત થયો હતો. જણાવી દઈએ કે ગાડીમાં સવાર અનાહિતા પંડોલે વ્યવસાયે એક ડોક્ટર છે અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સ્ત્રીરોગ ચિકિત્સક તરીકે કાર્યરત છે જ્યારે તેમના પતિ ડેરિયસ પંડોલે જાણીતા બિઝનેસમેન છે, અને મુંબઈમાં જેએમ ફાઇનાન્શિયલ પ્રાઇવેટ ઇક્વિટીના એમડી અને સીઇઓ છે.

ટાટા ગ્રૂપની કંપનીઓના સ્વતંત્ર ડિરેક્ટર રહી ચૂકેલા ડેરિયસ પંડોલેએ સાઇરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવાનો વિરોધ કર્યો હતો. સાઇરસ મિસ્ત્રીને હટાવવામાં આવ્યા બાદ તેમણે પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પંડોલે પરિવારને મોટા બિઝનેસ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે.

અકસ્માતને જોનાર એક વ્યક્તિ અનુસાર,”ગાડી એક મહિલા(અનાહિતા પંડોલે) ચલાવી રહી હતી, જેણે ડાબી બાજુથી બીજી ગાડીને ઓવરટેક કરવાની કોશિશ કરી, પણ નિયંત્રણ ન રહેતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી”. ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે સાઇરસ મિસ્ત્રી અને જહાંગીરે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો અને ગાડી પણ ખુબ ઝડપથી ચાલી રહી હતી અને ડ્રાઇવરના ખોટા નિર્ણયને લીધે આ અકસ્માત સર્જાયો હતો.

આ સિવાય સાઈરસની લગ્ઝરી ગાડીએ પાલઘર જિલ્લાના ચરોટી જાંચ ચોકીને પર કર્યા બાદ માત્ર 9 મિનિટમાં 20 કિલોમીટર અંતર કાપ્યું હતું. ચરોટી જાંચ ચોકી પર લાગેલા સીસીટીવી ફુટેજ જોયા બાદ પાલઘર પોલીસને જાણવા મળ્યું કે બપોરના લગભગ 2.21 વાગે ગાડી ચોકીથી પસાર થઇ હતી અને દુર્ઘટના 20 કિલોમીટર આગળ બની હતી.મિસ્ત્રીની મોત તેના પરિવાર માટે બીજો આઘાત છે કેમ કે અમુક મહિના પહેલા જ મિસ્ત્રીના પિતા શાપુરજીનું નિધન થયું હતું.

Krishna Patel